રણબીર કપૂર સાથે ફિલ્મ કરવાને લઇને કરિનાએ આપ્યું નિવેદન….

કરિના કપૂર હાલમાં પુત્ર તૈમૂર અલીખાનના ઉછેરમાં વ્યસ્ત છે તે વીરે દી વેડિંગ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. રિયા કપૂર દ્વારા નિર્મિત આ એક કોમેડી ફિલ્મ છે. જેની કહાણી એક લગ્નની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા, પણ જોવા મળશે. આ ફિલ્મમાં કરિનાની ઓપોઝિટ નવોદિત સુમિત વ્યાસ છે.

ફિલ્મમાં તે એક એવી યુવતીની ભૂમિકા ભજવી રહી છે. જે પોતાની સહેલીઓ પ્રત્યે પઝેસિવ છે. કરિના અર્જુન કપૂર અને દિલજિત દોશાંઝ જેવા નવી પેઢીના અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. તે કહે છે કે હું રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન કોઈની સાથે પણ કરી શકું છું. હું જિંદગીના કોઈક ભાગમાં રણવીર કપૂર સાથે પણ ભાઈ-બહેન વાળી કોઈ ફિલ્મ કરવાનું પસંદ કરીશું. અમારી જોડીમાં કંઈક મેજિકલ છે.

કરિનાને મસાન જેવી હટકે કહી શકાય તેવી ડાર્ક ફિલ્મ કરવા મળશે તો તે કરશે. આ સવાલના જવાબમાં તે કહે છે કે જો મને આવી કોઈ ઓફર આવશે તો હું ૧૦૦ ટકા તે ફિલ્મ કરીશ. મારે કોઈ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ એકસાઈટ કરવી જોઈએ. હું હંમેશાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં સંતુલન સાધી રાખવા ઈચ્છું છું ભલે તે કોમર્શિયલ હોય કે આર્ટ. હું ૮૦ વર્ષની ઉંમર સુધી આમ જ કરતી રહીશ. લગ્ન બાદ પણ હું આજે કામ કરી રહી છું કે કેમ કે સૈફ ખૂબ જ સપોર્ટિંગ છે. તેને મારું વર્કિંગ વુમન હોવું ગમે છે. •

You might also like