હંમેશાં દિલની વાત સાંભળોઃ કરીના

કરીના કપૂરને તેના મિત્રો બ્યુટી વિથ બ્રેઇન માને છે. કરીના કયારેય કોઇ ફોર્મ્યુલા બનાવીને કે કોઇ પ્લાનિંગ કરીને ચાલતી નથી. તે સમય સાથે જીવવામાં માને છે. તે કહે છે કે હંમેશાં પોતાના દિલની વાત સાંભળો. હું પણ એમ જ કરું છું.

હું હંમેશાં મારા દિલની જ વાત સાંભળું છું. મારું દિલ જ મારા મગજ પર રાજ કરે છે. હું તેના જ આધારે દરેક વસ્તુ પસંદ કરું છું. અત્યાર સુધી મેં જે કંઇ પણ કર્યું તે મારા દિલના અવાજ પર જ કર્યું છે.

કરીના પુસ્તકપ્રેમી પણ છે. તે કહે છે કે મને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. મને ક્રાઇમ થ્રિલર વાંચવી ખૂબ ગમે છે. મારા મનમાં તેના પ્રત્યે એક ઝનૂન છે. જો નેસ્બોની ‘ધ સ્નોમેન’ વિશ્વનાં શ્રેષ્ઠ પુસ્તકોમાંથી એક છે. મને તે વાંચવામાં આનંદ આવે છે. મેં ‘સ્ટોન કટર’ નામનું પુસ્તક પણ વાંચ્યું હતું. કરીના હવે અજય દેવગણ સાથે ‘બાદશાહો’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ મિલન લુથરિયા કરી રહ્યાા છે. •

You might also like