ઓછું ભણી તેનો અફસોસ છેઃ કરીના

કરીના કપૂર ખાન ભલે એક ટોચની અભિનેત્રી બની ગઇ હોય, પરંતુ તેને ઓછું ભણ્યાનો અફસોસ આજે પણ સતાવે છે. તે કહે છે કે મને ઘણી વાર એ વાતનો ખૂબ જ અફસોસ થાય છે કે હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી, જોકે હજુ પણ જ્યારે સમય મળશે ત્યારે હું આગળ ભણવા ઇચ્છીશ. મારો પરિવાર ફિલ્મોમાં રહ્યો અને મને બાળપણથી જ ફિલ્મી માહોલ મળ્યો. એક્ટિંગના શોખના કારણે હું માત્ર બાર ધોરણ સુધી જ ભણી શકી. હું દેશની તમામ છોકરીઓને એ સલાહ આપવા ઇચ્છીશ કે પહેલાં અભ્યાસ કરો અને પછી જ કોઇ પ્રોફેશનમાં જાવ. કરીના હવે 35 વર્ષની થઇ ચૂકી છે. તે કહે છે કે હું 35 વર્ષની થઇ તેનો મને ગર્વ છે અને એ જ કારણ છે કે હું 22 વર્ષની જવાન દેખાવવાની કોશિશ પણ કરી રહી નથી.

કરીનાના મતે ઉંંમરનું વધવું કમાલનું છે. હું મારી જિંદગીના એ સમયમાંથી પસાર થઇ ચૂકી છું. મને એ સમયે નફરત થાય છે જ્યારે હું કોઇકના તરફ જોઉંં છું અને મને જાણ થાય છે કે તેણે પોતાના ચહેરાની કરચલીઓ છુપાવવાની કોશિશ કરી છે. વધતી ઉંમરની સુંદરતા કરચલીઓમાં જ ક્યાંક છુપાયેલી છે. દુનિયા કરીનાની દીવાની છે, પણ કરીના કોની દીવાની છે, જાણો છો.
તેના ફોનની. તે કહે છે હું મારા ફોન વગર એક મિનિટ પણ રહી શકું તેમ નથી. મારા ફોને મારી જિંદગી ખૂબ સરળ અને સિમ્પલ બનાવી દીધી છે. શૂટ અને ઇવેન્ટ માટે મારે ઘરની બહાર રહેવું પડે છે, પરંતુ હું મારા ફોન દ્વારા પરિવારજનો અને મિત્રો સાથે કનેક્ટ રહું છું. દેશ-દુનિયાના સમાચારો પર પણ ફોન દ્વારા જ નજર રાખું છું.

You might also like