કરણીમાતાનું મંદિર (દેશનોક) બિકાનેર

રાજસ્થાન ભારતનું એક એવું રાજ્ય છે તે જેટલું સુંદર છે એટલું જ વિચિત્ર પણ છે. ક્યાંય રેતના મોટા મોટા પહાડો છે તો ક્યાંક સુંદર તળાવો. રાજસ્થાનની ઐતિહાસિક નગરી બિકાનેરથી લગભગ 30 કિમી દૂર જોધપુર રોડ દેશનોક નામે એક ગામ આવેલું  છે. પરંતુ આ મંદિર ‘ચૂહેવાલે મંદિર’ મંદિરમાં નામે જાણીતું છે. કરણી દેવી સાક્ષાત જગદમ્બાનો અવતાર હતા.

નવરાત્રિ દરમિયાન દર્શાંનાર્થીઓની ભીડ જામે છે. શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઇને આ શક્તિપીઠ પહોંચી માતાના ચરણોમાં શીશ નમાવે છે. માતાને નારિયેળ અને પ્રસાદ ચઢાવી પોતાની મનોકામના પુરી કરવાની પ્રાર્થના કરે છે. અહીં ઉંદરોને લાડવા ખવડાવવામાં આવે છે દૂધ પીડાવવામાં આવે છે.

અત્યારે જે સ્થળે આ ભવ્ય મંદિર છે ત્યાં લગભગ છ સો વર્ષ પહેલાં એક ગુફામાં રહીને માં તેમના ઇષ્ટદેવની પુજા અર્ચના કરતા હતા. આ ગુફા આજેપણ મંદિરમાં ઉપસ્થિત છે. માંના જ્યોર્તિલીન થયા પછી તેમની ઇચ્છાનુસાર તેમની મૂર્તિની સ્થાપના આ ગુફામાં કરવામાં આવી. સંગેમરમરથી બનેલા આ મંદિરની ભવ્યતા માણવા જેવી છે.

અહીંયા ઉંદરોની ધમાચકડી જોવા લાયક છે. ઉંદરના ઝૂંડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. ઉંદરો શ્રદ્ધાળુના શરીર પર પણ કૂદાકૂદ કરે છે. પરંતુ કોઇને નુકશાન પહોંચાડતા નથી. ગીધ, સમડી અને બિલાડી જેવા અન્ય જાનવરોની બચાવવા માટે મંદિરમાં બારીક જાળીઓ ગોઠવવામાં આવી છે. ઉંદરોના કારણે કરણીદેવીનું મંદિર ચૂહેવાલા મંદિરના નામેથી વિશ્વવિખ્યાત છે.

અહીં એવી માન્યતા છે કે કોઇ શ્રદ્ધાળુને સફેદ ઉંદરના દર્શન થઇ જાય છે તો તે ખૂબ જ માનવામાં આવે છે. સવારે પાંચ વાગે મંગલા આરતી અને સાંજની સાત વાગ્યની આરતીના સમયે ઉંદરોનું સરઘસ જોવા લાયક હોય છે. મંદિરના મુખ્ય દ્રાર પર સંગેમરમરના નકશીકામને જોવા માટે પણ લોકો અહીં આવે છે. ચાંદીનું કમાડ, સોનાનું છત્ર અને ઉંદરોના પ્રસાદ માટે રાખવામાં આવેલી ચાંદીની પરાત પણ જોવા લાયક છે.

આમ તો લોકો કરણી માતાને બધા લોકો માને છે પરંતુ ચારણ જ્ઞાતિના લોકોની કુળદેવી છે કરણી માતા. કરણીમાતાને મોમાઇ, ડોકરી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

You might also like