હોસ્પિટલથી ઘરે આવ્યા કરણના જોહરના જોડિયા બાળકો

મુંબઇઃ બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહર થોડા દિવસો પહેલાં જ જોડિયા બાળકોનો પિતા બન્યો છે. કરણ પોતાના બાળકો માટે ખૂબ જ પઝેસિવ છે. સાથે જ સાવચેતી પણ રાખી રહ્યો છે. તેનાં સંતાનો NICUમાં હતા. હવે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. ત્યારે કરણ જોહર પોતાના બાળકોને ઘરે લાવ્યો હોવાના ફોટોગ્રાફ્સ સામે આવ્યાં છે. ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેના કેમેરામાં ફોટોગ્રાફ્સ લીધા છે. જે ઇસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યાં છે.

કરણે હાલમાં જ એક ઓપન લેટર લખીને લોકોને પોતાના બાળકોને આપેલા પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેણે તે ડોક્ટર્સનો પણ આભાર માન્યો હતો. જેમણે રૂહી અને યશના જન્મ અને તેમની દેખરેખમાં મદદ કરી છે. કરણે લેટરમાં લખ્યું હતું કે મારા બાળકો બે મહીના પ્રીમેચ્યોર જન્મ્યા હતા. તેમનું વજન ખૂબ જ ઓછું હતું. તેનાથી હું ખૂબ જ પરેશાન હતો. હું ખૂબ જ ડરી ગયો હતો. હું તેમને સાચવા માંગતો હતો અને તેમની દેખરેખ કરવા માંગતો હતો. પરંતુ તેમને NICUમાં રાખવા જરૂરી છે. હવે તેઓ સ્વસ્થ થઇ ગયા છે. રૂહી અને યશ બંને યોગ્ય અને સારી જગ્યાએ હતા.

http://sambhaavnews.com/

You might also like