પુરૂષો સાથે ડિનર કરવા જતા ડરે છે કરણ જોહર!

મુંબઇઃ ફિલ્મ નિર્માતા કરણ જોહરે કહ્યું છે કે તે  પોતાના અંગત જીવન સાથે જોડાયેલી અફવાઓથી એટલો કંટાળી ગયો છે કે હવે તેને કોઇ પણ પુરૂષ મિત્ર સાથે બહાર જતા પણ ડર છે. પોતાની આત્મકથા એન અનસુટેબલ બોયઝ દ્વારા પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા રહસ્યોનો ખુલાસો કરતા 44 વર્ષિય નિર્દેશકે કહ્યું છે કે તેને દરેક એ વ્યક્તિ સાથે જોડી દેવામાં આવે છે. જે તેની સાથે દેખાય છે.

આ રીતની બાબતોથી મારા માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. કરણ જોહરે પત્રકાર સાથેનો એક કિસ્સો શેર કરતા લખ્યું છે કે મને એક પત્રકારે એક વખત શાહરૂખ ખાન સાથે સુવા પર એક સવાલ પૂછ્યો હતો. ત્યારે મેં પત્રકારને સામો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે તમારા ભાઇ સાથે સુઇ જાવ છો? કરણે કહ્યું કે આ રીતની અટકણોને કારણે જ હું કોઇ પણ પુરૂષ સાથે રાત્રી ભોજન કરવા જતા ડરું છું. કારણકે લોકો એવી અટકણો લગાવે છે કે જો તમે કોઇ પુરૂષ સાથે રાત્રી ભોજન કરો છો, તો તેની સાથે સુઇ પણ જવા છો. તેથી જ બે પુરૂષ મિત્રો રાત્રે બહાર નથી જઇ શકતા.

http://sambhaavnews.com/

You might also like