48 કલાક પુરા હવે પાકિસ્તાની કલાકારો માટે મુંબઇમાં કરફ્યું : રાજ ઠાકરે

મુંબઇ : રાજ ઠાકરેનાં પક્ષ મનસે દ્વારા ફરીવાર મુંબઇમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારોને ધમકી આપવામાં આવી છે. પક્ષ પ્રમુખે રવિવારે ફરીથી ધમકી ઉચ્ચારી હતી. પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડી દેવાની ચેતવણી આપી હતી. ઠાકરેએ જણાવ્યું કે મનસેએ આપેલો સમય પુરો થઇ ચુક્યો છે. જેથી હવે શહેરમાં કોઇ પણ પાકિસ્તાની કલાકાર ફરકવો જોઇએ નહી.

અગાઉ રાજ ઠાકરેએ શાહરૂખ અને કરણ જોહરને કહ્યું હતુ કે તેઓ પાકિસ્તાની કલાકારોને કામ આપવાનું બંધ કરે. જેના જવાબમાં કરણે કહ્યું કે, પાકિસ્તાની કલાકારોનો બોયકોટ કરવાથી આતંકવાદની સમસ્યાનો અંત નહી આવે. કલાને કોઇ સીમા નથી હોતી. કલા તો વૈશ્વિક હોય છે. કરણે કહ્યું કે ઉરીહૂમલાથી હું પણ ખુબ જ વ્યથીત છું.હું લોકોનાં ગુસ્સાને સમજી શકું છું. પરંતુ કલાકારોનો બોયકોટ તે સમસ્યાનો ઉકેલ નથી.

રાજ ઠાકરેએ એ દિલ હે મુશ્કિલમાં કામ કરનારા ફવાન ખાન અને રઇસમાં કામ કરનારી માહિરી ખાનને ભારત છોડી દેવાની ધણકી આપી છે. ખોપરેકર શુક્રવારે કહ્યું કે, પાકિસ્તાની કલાકાર 48 કલાકમાં ભારત છોડી દેન નહીતર મારી મારીને ભગાવવામાં આવશે. મનસેએ કહ્યું હતું કે કામ કરનાર ઉપરાંત કામ આપનારને પણ ફટકારવામાં આવશે.

You might also like