મને લાઇફ પાર્ટનર શોધવાનો લાતગો ડરઃ કરણ જોહર

મુંબઇઃ દીપિકા પાદુકોણ બાદ કરણ જોહર પણ પોતાના ડિપ્રેશન અંગે ખૂલીને વાત કરી છે. કરણે કહ્યું કે એક સમય હતો જ્યારે હું એકલતાને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. ત્યારે મને લાગતું હતું કે મને કાર્ડિયાક એટેક આવી શકે છે. પરંતુ મારા ડોક્ટરે મને જણાવ્યું કે મને એન્ઝાઇટી એટેક છે. ત્યાર બાદ મેં ડોક્ટરે બતાવ્યું અને દવા લીધી . હજી ત્રણ મહિના પહેલાં જ મેં દવા લેવાની બંધ કરી છે. પોતાના ડિપ્રેશનના સમયને યાદ કરતા કરણે કહ્યું કે ત્યારે હું લોકોને મળવાનું ટાળતો હતો અને શહેરની બહાર જવા માટેના બહાના શોધતો હતો. તે સમય ખૂબ જ ખરાબ હતો. હું કાંઇ જ કરી શકતો ન હતો. હું ખુશી કે એક્સાઇટમેન્ટ કાંઇ જ અનુભવી શકતો ન હતો. ત્યારે મને ઉઁઘ પણ આવતી ન હતી.

કરણને ત્યારે એવો પણ ડર લાગી રહ્યો હતો કે તે પોતાનો લાઇફ પાર્ટનર પણ ન શોધી શક્યો. મને મારા મિત્રો પાસેથી ખૂબ પ્રેમ મળ્યો. પણ ત્યારે હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. કરણે કહ્યું કે 44 વર્ષ જ્યારે તમારી પાસે લાઇફ પાર્ટનર અને બાળકો ન હોય ત્યારે આવી પરિસ્થિતી વધારે મુશ્કેલ બની જાય છે.

 

You might also like