કેઆરકે અને અજય દેવગન વચ્ચે વધ્યો વિવાદ

મુંબઇ: અભિનેતા અજય દેવગન અને રાશિદ ખાન વચ્ચેનો વિવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. અજય દેવગનના તમામ આરોપો પછી હવે ફિલ્મ આલોચક કમાલ રાશિદ ખાને અજય દેવગન પર પલટવાર કર્યો છે અને કહ્યુ છે કે અજયે તેમને નિર્દેશક કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મની આલોચના કરવા માટે પૈસા આપ્યા હતા ન કે કરણે શિવાયની આલોચના કરવા માટે.

ઉલ્લેખનીય છે કે અજય દેવગને આરોપ લગાવ્યો છે કે કરણ જોહરે શિવાયની આલોચના માટે કમાલ ખાનને લાંચ આપી હતી. આ વાત મીડિયામાં ત્યારે આવી જ્યારે અજય દેવગન ટીમના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ કરીને કમાલ પર રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો. અજયની શિવાય અને એ દિલ હૈ મુશ્કિલની આવતા મહિને દિવાળી પર ટક્કર થવાની છે. બંને મોટી ફિલ્મો છે. ત્યારે બને નિર્દેશક જ પોત પોતાની ફિલ્મોને લઈને ઈનસિક્યોર થઈ રહ્યા હશે.

વાત ત્યારે વધી ગઈ જ્યારે અજય દેવગને એક ઑડિયો શેર કર્યો જેમા કેઆરકે ને એ કહેતા સાંભળવા મળ્યા કે કરણે ‘શિવાય’ વિરુદ્ધ ટ્વીટ કરવા માટે તેમને પૈસા આપ્યા હતા. ઓડિયોમાં તેની ચોખવટ થઈ નથી.

આ ઓડિયોની રેકોર્ડિંગ ‘શિવાય’ના નિર્માતા કુમાર મંગતે કરી છે.  આ બાબતે કેઆરકેએ પોતની પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યુ,  ‘હું આને સ્પષ્ટ કરુ છું. કરણ જોહરે મને ક્યારેય કોઈ પૈસા આપ્યા નથી કે ‘શિવાય’ની આલોચના કરવાનુ કહ્યું નથી અને તમે આને ટેપમાં સાંભળી શકો છો. મેં કુમારને ગભરાવવા માટે 25 લાખ રૂપિયા કહ્યુ.’

એક અન્ય પોસ્ટમાં તેમણે કુમાર અને સિંઘમના અભિનેતા પર આરોપ લગાવતા લખ્યું છે કુમાર અને અજયે એ દિલ હૈ મુશ્કિલની આલોચના કરવા માટે પૈસાનો પ્રસ્તાવ આપ્યો હતો સાથે જ ટેપમાં પણ તેઓ આની રજુઆત કરી રહ્યા છે પણ મેં તેને અસ્વીકાર કરી દીધી. મે તેમણે કહ્યુ કે હું આવુ સ્વતંત્ર થઈને કરીશ. ત્યારબાદ કમાલ ખાને ટ્વીટ કરીને કહ્યું છે લોકો વિચારી રહ્યા છે કે મેં કુમાર મંગતને ફોન કર્યો પણ આ સાચું નથી.

હકીકતમાં તેઓ મારા નિકટના મિત્ર છે અને તેમણે મને ફોન કર્યો હતો અને તેમણે મને પહેલા પણ અનેકવાર ફોન કર્યો છે. કરણ આ મુદ્દા પર ચુપ છે જ્યારે કે અજય દેવગને પહેલા જ નિવેદન આપી દીધુ છે જેમા તેમણે એ તાપસ કરવાની માંગ કરી છે કે ફિલ્મ નિર્માતાએ કેઆરકે ને લાંચ આપી છે કે નહી.

You might also like