પ્રેમમાં હંમેશાં દર્દ મળ્યુંઃ કરણ જોહર

બોલિવૂડના નિર્માતા-નિર્દેશક અને કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂકેલો કરણ જોહર તેના ટીવી શો ‘કોફી ‌િવથ કરણ’ દ્વારા સે‌િલબ્રિટીઝની જિંદગીનાં કેટલાંય સિક્રેટ્સ પબ્લિકની સામે ખોલી દે છે. આ વખતે તેણે કોઇ બીજાની નહીં, પરંતુ ખુદની જ લાઇફનાં સિક્રેટ્સ શેર કર્યાં છે. તેણે પોતાના તૂટેલા દિલ અંગેની વાત કરી તો પોતાની એકલતાની વાત પણ જણાવી. સુપર‌િહટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માટે માફી પણ માગી.

લગભગ ૧૮ વર્ષ પહેલાં બ્લોક બ્લસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી ડિરેક્શનમાં આવનાર કરણ જોહરને અંજલિના પાત્ર પર અફસોસ થાય છે. કરણ કહે છે (મેં અંજલિના પાત્રને શરૂઆતમાં નાના વાળ સાથે ટોમબોયની જેમ બતાવ્યું. બાદમાં તે ખૂબ ફેમિનિન બની જાય છે, તેના વાળ પણ લાંબા થઇ જાય છે. તે સાડી પણ પહેરવા લાગે છે અને ત્યારે તેને તેનાે પ્રેમ મળે છે. આ વાત આજે પણ હાસ્યાસ્પદ લાગે છે.

કરણ જોહર હંમેશાં પરિવાર અને મિત્રવર્તુળથી ઘેરાયેલો હોય છે. તે કહે છે, મારી પાસે મને પ્રેમ કરનારા મિત્રો અને પરિવાર છે, છતાં પણ જીવનના એક તબક્કે મેં એકલતા અનુભવી છે. પ્રેમ અંગે વાત કરતાં તે કહે છે કે મને દુઃખ છે કે ક્યારેય એ વ્યક્તિનો પ્રેમ ન મળ્યો, જેને મેં પ્રેમ કર્યો. મને પ્રેમમાં હંમેશાં દર્દ જ મળ્યું. મને પ્રેમમાં નિષ્ફળતાનો આજે પણ ખૂબ જ અફસોસ છે. •
http://sambhaavnews.com/

You might also like