કરણની દિવાળી પાર્ટી: અર્જૂન-મલાઇકા મળ્યાં જોવા, ચર્ચામાં રહ્યો કરિનાનો લૂક

મશહૂર ફિલ્મ નિર્દેશક-નિર્માતા કરણ જૌહરે પોતાના ઘરે દિવાળીને લઇને એક પાર્ટીનું આયોજન કરેલું હતું. જેમાં બોલિવુડના ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા. જો કે બધાની નજર મલાઇકા અરોરા તેમજ અર્જૂન કપૂર ઉપર હતી. તે બંને વચ્ચેના સંબંધોને લઇને છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવામાં આવી રહી છે.

પાર્ટીમાં કરીના કપૂરનો લૂક સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. કરીના કપૂર સાડીમાં સ્ટનિંગ લાગી રહી હતી. કરણ જૌહરે યોજેલ પાર્ટીમાં દિયા મિર્જા, સૌહા અલી ખાન અને અરમાન જૈન સહિત કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. રવિના ટંડન તેમજ અમૃતા અરોડા પાર્ટીમાં ગ્લેમરેસ અંદાજમાં જોવા મળી હતી.

વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. જ્યારે સૈફ અલીખાનની દિકરી સારા અલી ખાન ઘણી સુંદર લાગી રહી હતી. તેની આગામી ફિલ્મ કેદારનાથ રિલીઝ થવાની તૈયારીમાં છે.

You might also like