કરણ જોહર અને કાજોલ ફરી પહેલાં જેવા મિત્ર બની શકશે?

મુંબઈ: એક સમય હતો જ્યારે બોલિવૂડમાં કરણ જોહર અને કાજોલ પાકા મિત્ર તરીકે જાણીતા હતા. બંનેએ એક સાથે કુછ કુછ હોતા હૈ, માઈ નેમ ઈઝ ખાન જેવી ફિલ્મો સાથે કરી. ગયા વર્ષે દિવાળી પર બંનેની મિત્રતાને ગ્રહણ લાગી ગયું અને વર્ષો જૂની મિત્રતા તૂટી ગઈ. જોકે હવે લાગે છે કે કરણ જોહર કાજોલ તરફ મિત્રતાનો હાથ લંબાવવાની કોશીશ કરી રહ્યા છે. કરણે સોશિયલ મીડિયા પર કાજોલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. તેમની મિત્રતાને નવી શરૂઅાત માટે કરવામાં અાવેલી એક કોશીશ તરીકે જોવામાં અાવી રહી છે.

ગયા વર્ષે કાજોલના પતિ અજય દેવગણની ફિલ્મ શિવાય અને કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશકિલ બોક્સ ઓફિસ પર ટકરાઈ હતી. અા સમયે કરણ પર પોતાની ફિલ્મ માટે લાંચ અાપવાના અાક્ષેપો કરવામાં અાવ્યા હતા. કાજોલે અા બાબતમાં પોતાના પતિનો સાથ અાપ્યો હતો. અા બાબત પછી બંનેની મિત્રતામાં તિરાડ પડી હતી.

કાજોલ અને કરણ ૨૫ વર્ષથી મિત્રો હતા. તેમની લડાઈથી બોલિવૂડના ઘણાં લોકો હેરાન રહી ગયા હતા, કેમ કે કોઈને અંદાજ પણ ન હતો કે અાટલા સારા મિત્રો અા રીતે અલગ થઈ જશે. સમય સાથે બધુ અાગળ વધી ગયું અને દરેક વ્યક્તિ જાણી ગયા કે હવે કરણ અને કાજોલ પહેલાં જેવા મિત્રો રહ્યા નથી. કરણે તેની બાયોગ્રાફીમાં પણ કહ્યું હતું કે હવે મારે કાજોલ કોઈ સંબંધો નથી. જોકે હવે કરણે સોશિયલ મીડિયા પર કાજોલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. કાજોલ તરફથી હજુ અા બાબતે કોઈ રિએક્શન અાપ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like