ઈન્ડોનેશિયામાં સેલ્ફી લેનારા કપિરાજને પેટાએ ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કર્યો

જાકાર્તા: ઈન્ડોનેશિયામાં છ વર્ષ પહેલાં એક કપિરાજે સેલ્ફી લેતાં આ વાનર ચર્ચાસ્પદ બની ગયો હતો. અને તે વખતે કોપીરાઈટનો વિવાદ થતાં આ મામલો કોર્ટમાં પણ ગયો હતો. જોકે તેમ છતાં પશુ અધિકાર સંગઠન પિપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ(પેટા)એ આ કપિરાજને પર્સન ઓફ ધ ઈયર જાહેર કર્યો છે.

નારૂતો નામના મકાઉ પ્રજાતિના આ વાનર દ્વારા લેવામા આ‍વેલી સેલ્ફીને લઈને ઉભો થયેલો વિવાદ કોર્ટમાં પણ પહોંચી ગયો હતો. ૨૦૧૧માં બ્રિટિશ વન્યજીવ ફોટોગ્રાફર ડેવિડ જે સ્લેટરના કેમેરાનું બટન દબાવી આ કપિરાજે એક સેલ્ફી લીધી હતી. સ્લેટરે આ સેલ્ફી તેની કંપનીના વાઈલ્ડ લાઈફ પર્સનેલટીજના કલેકશનમાં છાપી દીધી હતી. ત્યારબાદ આ મુદાને પડકારવા પેટાએ કોર્ટમાં કેસ દાખલ રી નારૂતોને સેલ્ફીનો માલિક હક આપવાની માગણી કરી હતી.

દરમિયાન ગત વર્ષે જાન્યુઆરીમાં સાન ફ્રાન્સિસકોની ફેડરલ કોર્ટે વાનરને સેલ્ફીનો માલિક હક આપવા ઈન્કાર કર્યો હતો. પેટાએ તેને ઉચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. જોકે બાદમાં આ મામલે સમજૂતિ કરી લેવામાં આ‍વી હતી. જેમાં સ્લેટર એ વાત પર સંમત થયા હતેા કે આ સેલ્ફીથી થનારી આવકની ૨૫ ટકા રકમ ઈન્ડોનેશિયમાં આ પ્રજાતિના વાનરોના સંરક્ષણ માટે દાન તરીકે આપવામાં આવશે.જોકે થોડા મહિના પહેલા જ એક અહેવાલમાં જણાવાયું હતું કે સેલ્ફી વિવાદથી
સ્લેટર મુસીબતમા મુકાઈ ગયો હતો. અને તેનો ઘર ખર્ચ તેની પત્ની ઉઠાવી રહી હતી.

You might also like