5 કલાક થાય છે રિશી કપૂરનો આવો મેકઅપ કરતાં, જુઓ Video

મુંબઇ: ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’માં ઋષિ કપૂરનો દાદાજીવાળો લૂક ખુબ જ ક્યુટ છે. આ લૂકમાં તેમને ઓળખવા મુશ્કેલ છે. શું તમને ખબર છે રિશીના આ લૂક પાછળ લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

એવી માહિતી મળી છે કે રિશીના મેકઓવર પાછળ રોજ 5 કલાક થાય છે. રિશીને આ લૂક આપવાની જવાબદારી ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ જીતનાર મેકઅપ આર્ટિસ્ટ ગ્રેગ કૈનમની હતી. ધર્મા પ્રોડક્શને રિશીના મેકઅપનો વીડિયો પણ લોન્ચ કર્યો છે. જેમાં દેખાડ્યું છે કે રિશીના ચહેરા પર કરચલીઓ દેખાડવા માટે કેવી રીતે નકલી સ્કીન તૈયાર કરવામાં આવી હતી.


માત્ર તેમના ચહેરા ઉપર જ નહીં પરંતુ હાથ ઉપર પણ નકલી સ્કીન લગાવાઇ છે. આ દરમિયાન ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું પડતું હતું કે રિશીની ઓરીજનલ સ્કીનને કોઇ નુકસાન ન પહોંચે.

શકુન બત્રા દ્વારા નિર્દેશિત ‘કપૂર એન્ડ સન્સ’ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પણ છે. આ ફિલ્મ 18મી માર્ચે રિલીઝ થશે.

You might also like