જાણો બોક્સ ઓફિસ પર કપૂર એન્ડ સન્સની કેવી રહી શરૂઆત?

મુંબઇ: જો કે 18 માર્ચે તો અડઘો ડઝન ફિલ્મ રિલીઝ થઇ છે. પરંતુ તેમાંથી સેન્ટર ઓફ અટ્રેક્શન ‘કપૂર એન્ડ સન્સ’ છે કારણ કે આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે, તેમજ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા યંગ સ્ટાર્સ આ ફિલ્મમાં છે. ઉપરાંત આ ફિલ્મના મ્યુઝિકે પહેલાંથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીક ઠાક શરૂઆત કરી છે. મોટા શહેરો અને મલ્ટીપ્લેક્સમાંથી સૌથી વધારે કમાણી થવાની છે. ફિલ્મે મોટા શહેરોમાં ઘણી સારી શરૂઆત કરી છે, પરંતુ નાના શહેરોમાં આશા કરતાં ઓછી શરૂઆત કરી છે. આ ફિલ્મને લગભગ 2000 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે.

ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા છે તેમજ યુવા વર્ગને આ ફિલ્મ પસંદ આવી રહી છે. આ જોતાં જ એમ લાગે છે કે આ ફિલ્મ પહેલાં દિવસે 5 કરોડ રૂપિયાની આસપાસની કમાણી કરશે. એક તરફ શનિવારે મોટી ક્રિકેટ મેચ છે અને તેનાથી ફિલ્મની કમાણી પર ચોક્કસ અસર પડશે. તેમ છતાં આશા છે કે પહેલું વિકેન્ડ ફિલ્મ માટે સારું સાબિત થશે.

You might also like