વિધાનસભામાં કપિલ મિશ્રા પર તૂટી પડ્યા આપના ધારાસભ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ દિલ્હી સરકારમાંથી બરતરફ કરવામાં આવેલા મંત્રી કપિલ મિશ્રાને માર માર્યો છે. તેમણે AAP સંયોજક કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધારી છે. આપના ધારાસભ્યોએ કપિલ મિશ્રાને વિધાનસભામાંથી બહાર કાઢી મૂક્યા હતા.

જ્યારે આ ઘટના બાદ કપિલ મિશ્રાએ જણાવ્યું છે કે તેઓ કેજરીવાલના કરપ્શન પર બોલવા માંગતા હતા. પરંતુ બોલવાની તક આપવામાં આવી નહીં. તેમણે કહ્યું કે જ્યારે મેં આ વાત કરી તો વિધાનસભામાં મદન લાલ અને જરનલ સિંહે મને માર્યું. કપિલ મિશ્રાએ કહ્યું કે પહેલી વખત આવું બન્યું છે જ્યારે સદનમાં 4-5 ધારાસભ્યોએ મને માર્યું હોય. પૂર્વમંત્રી કપિલે કહ્યું કે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઇશારા પર આપ ધારાસભ્યોએ મને માર્યો છે.

પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે મારી સાથે મારામારી કરવામાં આવી. કેજરીવાલના ગુંડાઓએ મારી છાતી પર લાત મારી. મારા હાથમાં પણ વાગ્યું છે. મદન લાલ, જરનેલ સિંહ અને અમાનતતુલ્લા તેમાં શામેલ હતા. હું કેજરીવાલના કોઇ પણ ગુડાથી ડરતો નથી. કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ તેમની પર હાથ ઉપાડ્યો છે. આ ઘટનાને જોઇને સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલ હસી રહ્યાં હતા. કપિલ મિશ્રાએ કહ્યું કે તે ત્રણ જૂને અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જેનના ગોટાળાનું સત્ય સામે લાવશે. કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયાએ મને મારવા અંગે ઇશારો કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like