૧૦૦મા અેપિસોડમાં કપિલની માગણી ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં દારૂ બંધ કરો

મુંબઈઃ ધ કપિલ શર્મા શોમાં ૧૦૦મા અેપિસોડની ઉજવણી કરવામાં અાવી રહી છે. અા ખાસ અવસરે કપિલે ખુદની ખિંચાઈ કરી. કપિલે મજાક મજાકમાં સુનીલ ગ્રોવરના ઝઘડાને યાદ કરતાં કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં દારૂ પીરસવાનો બંધ થવો જોઈઅે. ધ કપિલ શર્મા શોના ૧૦૦માં અેપિસોડની શરૂઅાત હોસ્ટ કપિલ શર્માના જોક્સથી થઈ હતી. તેને હાલમાં હાઈવેના કિનારે દારૂબંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં પણ દારૂ બંધ થવો જોઈઅે. કપિલની અા લાઈનને સાંભળતા જ શોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. કેમ કે અા લાઈન સાંભળતાં જ લોકોને કપિલ અને સુનીલની લડાઈ યાદ અાવી ગઈ. જેમાં દારૂ જ મૂળમાં હતો.

ઉલ્લેખનીય છે કે અોસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે ફ્લાઈટમાં કપિલે દારૂની અસરમાં સુનીલ ગ્રોવર અને બાકી સાથીઅો સાથે ઝઘડો કર્યો હતો. અા અેપિસોડમાં સુનીલ ગ્રોવર ન હતો છતાં પણ છવાયેલો હતો. કપિલે ઘણી વાર પોતાની વાતો દ્વારા સુનીલ સાથે થયેલા ઝઘડા અને તેના નારાજ થવાની વાતનો ઉલ્લેખ કર્યો.
ડો. મશહૂર ગુલાટીની પુત્રીનું પાત્ર ભજવનાર સુમોના પર એક એક્ટ દરમિયાન કપિલે કોમેન્ટ કરી કે ‘બેટથી નાનકડી છોકરી મેચ ખરાબ કરવા તૈયાર, માતા પિયર છે અને પિતા નારાજ છે.’ ધ કપિલ શર્મા શોના જૂના કલાકારોની વાત કરીઅે તો કિકુ શારદા અને સુમોના ચક્રવર્તી અા અેપિસોડમાં જોવા મળ્યાં. કપિલે શોની શરૂઅાતના થોડા સમય પહેલા ટ્વિટ કરીને કહ્યું કે શોને સપોર્ટ કરવા માટે લોકોનો અાભાર માન્યો. અને એક પ્રોમો શેર કર્યો.

http://sambhaavnews.com

You might also like