મોદી સરકાર હવે પોતાની બંગડીઓ ઉતારીને મુંહતોડ જવાબ આપે : કોગ્રેંસ

નવી દિલ્હી : પાકિસ્તાની સેના દ્વારા ભારતીય જવાનોની સાથે આચરવામાં આવેલી ક્રુરતાની આકરી નિંદા કરતા આજે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે સંયુક્ત પ્રગતીશીલ સરકાર ગઠબંધનનાં સમયે ભાજપનાં એક સાંસદે આતંકવાદી ઘટનાક્રમ પર તત્કાલ વડાપ્રધાનને બંગડીઓ મોકલવાની વાત કરી હતી.

સિબ્બલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ લીધા વગર કહ્યું કે, તે સાંસદ હવે મંત્રી છે. હું પુછવા માંગુ છું કે તેઓ પોતાનાં વડાપ્રધાનને બંગડીઓ ક્યારે મોકલશે. મોદી સરકાર પોતાની બંગડીઓ ઉતારીને પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપવો જોઇએ. મને પુરો વિશ્વાસ છે કે સરકાર અમારી આશા પુરી કરશે.

તેમણે કહ્યું કે 2013નાં હેમરાજ પ્રકરણમાં ભાજપનાં વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે એકનાં બદલે દસ લાવવાની વાત કરી હતી. હવે મોદી સરકારે બતાવવું જોઇે કે બેનાં બદલે કેટલા માથા લાવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકારની પાકિસ્તાન પ્રરત્વે કોઇ નીતિ નથી. જેનાં કારણે આતંકવાદ અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. દેશમાં પુર્ણકાલીન સંરક્ષણમંત્રી નથી તો પુર્ણ કાલિન રક્ષા નીતિ પણ નહી બને.

સિબ્બલે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઓગષ્ટ 2011થી મે 2014 સુધી 50 નાગરિક અને 103 જવાનોનાં મોત થયા હતા. મોદી સરકારનાં ગત્ત 35 મહિનામાં 91 નાગરિક અને 198 જવાનોનાં મોત નિપજ્યા હતા. આ સમયમાં સંપ્રગના સમયમાં સંધર્ષ વિરામના ઉલ્લંઘનનાં 470 અને ઘૂસણખોરીનાં 85 કિસ્સા સામે આવ્યા હતા.

You might also like