સાત વર્ષથી ફરાર હત્યારો લખતો હતો કપિલ શર્મા લાફ્ટર શોની સ્ક્રિપ્ટ

લખનૌ: અાઝમગઢમાં બે લોકોની હત્યાની ઘટના બાદ સાત વર્ષથી ફરાર રામાભિષેકસિંહ ઉર્ફે કેરાસિંહને પોલીસ શોધી રહી હતી પરંતુ તે મુંબઈમાં કપિલ શર્માના લાફ્ટર શોમાં સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો. તેની પર ૩૦ હજાર રૂપિયાનું ઇનામ પણ રખાયું હતું.

અેસટીઅેફને તેના અંગે માહિતી મળતાં તેણે તેની મુંબઈ જઈને ધરપકડ કરી. એફટીએફના એએસપી અને સર્વિલાન્સ નિષ્ણાત ડો. અરવિંદ ચતુર્વેદીના કારણે અા સફળતા મળી. તેમણે ખૂબ જ બારીકાઈથી કેરાસિંહની તલાશ માટે સર્વિલાન્સ અને પોતાના માણસોનો ઉપયોગ કર્યો.

અાઝમગઢ જિલ્લાના મહેનાઝપુર ક્ષેત્રના રામાભિષેક ઉર્ફે રોહિતને વિનય દીવાકરની ટીમે બુધવારે પકડી લીધો. અેસટીઅેફના એસઅેસપી અમિત પાઠકે જણાવ્યું કે કેરાસિંહ મુંબઈમાં રોહિતસિંહના નામથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. ત્યારબાદ અા સૂચનાને ધ્યાનમાં રાખીને અેસટીએફની ટીમે મુંબઈમાં અંધેરી વેસ્ટથી તેની ધરપકડ કરી.

કેરાસિંહ સાત વર્ષથી ફરાર હતો. તેના પિતા વિભૂતિનારાયણસિંહ સ્કૂલના મેનેજર હતા. તેમનો જમીન વિવાદ પૂર્વ પ્રધાન ભૂરેસિંહ સાથે ચાલી રહ્યો હતો. ૨૦૦૯માં કેરાઅે તેના પિતા અને મનોજસિંહ સાથે મળીને ભૂરા સહિતના વિરોધીઅો પર હુમલો કર્યો. જેમાં રામનરેશ શર્માનું મૃત્યુ થયું અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. તેની ધરપકડ માટે પોલીસ ટીમ લાગી.

૨૦૧૧માં ૫૦ હજારના ઇનામી મનોજસિંહની ગોરખપુરથી ધરપકડ કરાઈ પરંતુ કેરાની જાણકારી મળી ન હતી.

પૂછપરછમાં કેરાઅે જણાવ્યું હતું કે તે તેના પિતાના ગામને છોડી દીધું અને અલ્હાબાદમાં એક પરિવાર સાથે રહેતો હતો. તે થોડા સમય સુધી ત્યાં રોકાયો અને મુંબઈમાં કિસ્મત અજમાવવા પહોંચી ગયો. સૌથી પહેલાં તેણે ટીવી પર પ્રસારિત ઇન્ડિયન ડ્રામા શોમાં એક્ટિંગ કરી અને કેટલીક સ્ક્રિપ્ટ પણ લખી. ત્યાર બાદ તે કે-૯ પ્રોડક્શન માટે કામ કરવા લાગ્યો જેમાં તે કપિલ શર્મા લાફ્ટર શોની સ્ક્રિપ્ટ
લખતો હતો.

You might also like