અા અઠવાડિયે કપિલ શર્મા શોનો એક જ એપિસોડ રજૂ થશે

મુંબઈ: ધ કપિલ શર્મા શોને અા અઠવાડિયામાં ફક્ત શનિવારે જ રજૂ કરવામાં અાવશે. પહેલા અા શો શનિવારે અને રવિવારે એમ બે દિવસ રજૂ કરાતો હતો. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ઝઘડાને લઈને અા શો પહેલેથી જ ખૂબ ચર્ચામાં છે. સુનીલની સાથે અલી અસગર અને ચંદન પ્રભાકરે પણ અા શોનો બોયકોટ કરતા અા માટે રાજીવ શ્રીવાસ્તવ, સુનીલ પાલ અને અહેસાન કુરેશીને બોલાવવામાં અાવ્યા હતા. જો કે તેમને બોલાવવા છતાં શોના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ખૂબ જ નીચે જતા રહ્યા છે.

કપિલના સ્વભાવના કારણે સેલિબ્રિટીઝ પણ અા શોનો બોયકોટ કરી રહી છે એવા સમાચારો ચાલે છે. તેથી અા શોનું શૂટિંગ પણ કેન્સલ કરવામાં અાવ્યું હતું. કપિલના શોની જગ્યાઅે રવિવારે ઇન્ડિયન અાઈડલની ૯મી સિઝનનો ફિનાલે રજૂ કરવામાં અાવશે.

લાઈવ પર્ફોર્મન્સ પર ધ્યાન અાપું છું: સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવર ફરી એક વાર ધ કપિલ શર્મા શોમાં અાવશે તેવી વાતોને સુનીલે ફગાવી દીધી છે. કપિલ હાલમાં તેની અાગામી ફિલ્મ ફિરંગીનું શૂટિંગ કરી રહ્યો છે તેથી અા શોનું શૂટિંગ કરવું શક્ય નથી. કપિલ શર્મા શોના અાગામી એપિસોડના શૂટિંગ અંગે સુનીલે કહ્યું કે અા બધી એક અફવા છે. હું હાલમાં લાઈવ શો પર ધ્યાન અાપી રહ્યો છું. અે સિવાય કોઈપણ શો પર ધ્યાન અાપતો નથી. લાઈવ પર્ફોર્મન્સ ખૂબ જ અદ્ભુત હોય છે. મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

કપિલ શર્માઅે શોધ્યો સુનીલનો વિકલ્પ
કપિલ શર્માઅે પોતાના શો માટે સુનીલ ગ્રોવરનો વિકલ્પ શોધી લીધો છે. શોની ટીવીના અોફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને જાણકારી અપાઈ કે વિકલ્પને શોધવાની તૈયારી કરાઈ રહી છે. ખૂબ જ જલદી અા શો સાથે એક નવો કલાકાર જોડાશે. જો કે અા કલાકાર કોણ છે તે અંગે હજુ જાહેરાત થઈ નથી પરંતુ દિગ્ગજ કોમેડિયન જોની લિવરની પુત્રી જેમી લિવર અા શોમાં અાવે તેવી ૧૦૦ ટકા શક્યતા છે. જેમી કપિલ શર્માની સાથે સાથે સોની ટીવીની પણ પસંદ છે. જેમી ખૂબ જ જલદી અા ચેનલના એક નવા શોને હોસ્ટ કરતા પણ દેખાશે. અા પહેલાં જેમી કપિલ શર્માની બોલિવૂડ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું તેમાં તેની નોકરાણીનો રોલ પણ કરી ચૂકી છે.

You might also like