નહીં સુધરે કપિલ શર્મા, સુનીલ માટે બોલી રહ્યો છે અપશ્બદો

મુંબઇઃ લાગે છે સુનીલ ગ્રોવર સાથે થયેલ કપિલનો ઝગડો અને પાછુ તેના શો છોડી જવાને કારણે કપિલ શર્માને જરા પણ દુઃખ નથી. એટલે જ તો તે સુનિલ ગ્રોવર માટે હજી પણ અપશ્બદો બોલી રહ્યો છે. કપિલ હાલ પોતાની ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં વ્યસ્ત છે અને શૂટિંગ દરમ્યાન તે લોકોને કહે છે કે સુનીલ ગ્રોવર, અલી અઝગર અને ચંદન તેમના શોમાં જરૂરથી આવશે. કારણકે તેમને પૈસાની જરૂર છે.

જોકે આ વાત કેટલી સાચી છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ મીડિયા રિપોર્ટમાં એ સમાચારે જોર પકડ્યું છે કે પોતાની ફિલ્મના શેટ પર તે સુનીલ ગ્રોવર માટે અપશબ્દો બોલી રહ્યો છે. કપીલ હાલ બિકાનેરમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અહીં તે રોજ મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યો છે. હાલમાં જ તે પોતાની કો સ્ટાર મોનિકા ગિલ સાથે બિંદાસત ડાન્સ અને પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like