લાંચ મુદ્દે કપિલ શર્મા બોલ્યો કાંઇક આવું

મુંબઇઃ કોમેડિ કિંગ કપિલ શર્માએ બીએમસી પર 5 લાખ રૂપિયાની લાંચનો આરોપ લાગાવ્યો હતો. કપિલ શર્માના ગઇકાલના ટવિટર બાદ બીજેપી અને શિવસેના સામ સામે આવી ગયા હતા. ત્યારે કપિલ શર્માએ ટવિટ કરીને કહ્યું હતું કે હું માત્ર ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો હતો. મારું નિવેદન કોઇ રાજનીતિક પાર્ટી વિરૂદ્ધ ન હતું.

કપિલ શર્માએ તેના ટવિટર માં લખ્યું હતું કે મેં માત્ર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જેનો મારે સામનો કરવો પડ્યો હતો. હું બીજેપી, એમએનએસ, શિવસેના કે પછી કોઇ રાજનીતિક પાર્ટીને દોષિત નથી ગણતો.

નેતાઓ ઉપરાંત બીએમસીએ કપિલ પર ગેરકાયદેસર બાંધકામનો આરોપ લગાવ્યો હતો. લોકોને પોતાના કોમેડિ શો દ્વારા પેટ પકડીને હસાવનાર કોમેડિયને ગઇકાલે રાત્રે ટવિટર પર લાંચ અંગેની વાત  લખીને ખળભળાટ મચાવી દીધો. જેને પગલે તંત્ર સતર્ક બન્યો હતું. દિવસ દરમ્યાન બીએમસી અને કપીલ શર્મા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો મારો લગાવ્યો હતો. તપાસ બાદ ગેરકાયદેસ બાંધકામની વાત સામે આવતા એમએનએસએ કપિલને માફી માંગવાનું કહ્યું હતું અને ધમકી આપી હતી કે તેઓ તેમના શોનું શૂટિંગ બંધ કરી દેશે. જ્યારે શિવસેનાએ કહ્યું કે શર્મા પર ગુંડા એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે.

તો કપિલના આરોપ બાદ બીએમસીના પલટવારની અસર રાજયની સરકાર પર પડી. શુક્રવારે જ્યારે બીએમસીની ટીમ અંધેરી સ્થિત તેના ઘરે પહોંચી તો કપિલ શર્મા ઘરે હાજર ન હતો. જેના પગલે બીએમસીએ તેના ઘર પર નોટિસ ચિપકાવી દીધી હતી. ગ્રેટર મુંબઇ નગર નિગમે કપિલની ફરિયાતને પગલે નોટિસ પાઢવી છે અને ભરોસો આપ્યો છે કે આ મામલે તપાસ અને કામગીરી કરવામાં આવશે. કપિલને લાંચ માંગનાર અધિકારીનું નામ પૂછ્યું છે. જેથી તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

You might also like