કપિલ શર્માએ એક્સ ગર્લફ્રેન્ડ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા

કપિલ શર્મા હાલમાં સતત વિવાદોમાં ઘેરાયેલો રહે છે. તેનો નવા શો ‘ફેમિલી ટાઇમ ‌વિથ કપિલ શર્મા’નું પ્રસારણ શરૂ થયાના થોડા દિવસ બાદ બંધ થઇ ગયું છે. તાજેતરમાં તેણે એક વેબપોર્ટલ વિરુદ્ધ ટ્વિટર પર વાંધાજનક શબ્દો લખ્યા હતા. ત્યારબાદ તેની એ જ પોર્ટલના એક રિપોર્ટર સાથે ફોન પર થયેલી વાતચીત લીક થઇ ગઇ, જેમાં તે રિપોર્ટરને ગાળો આપતો હતો. આ માટે તેની ખૂબ જ ટીકાઓ થઇ રહી છે.

બીજી તરફ કપિલનો એક નજીકનાે મિત્ર તેની સાથે ઊભેલો દેખાયો. કપિલ ડિપ્રેશનમાં હોવાનું કહીને તેને સ્પેસ આપવાની વિનંતી કરી. થોડા દિવસ પહેલાં કપિલ શર્માએ પોતાની પૂર્વ મેનેજર, તેની બહેન નીતિ અને રિપોર્ટર વિકી લાલવાણી વિરુદ્ધ તેને બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી. તે કમ્પ્લેનની કોપી લીક થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ મરાઠી ભાષામાં લખાયેલી છે, તેમાં કપિલે સમગ્ર ઘટનાની જાણકારી આપી છે અને પોતાની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ફરિયાદમાં કપિલે જણાવ્યું છે કે તેણે પ્રીતિ સિમોનને મેનેજર તરીકે રાખી હતી. શરૂઆતના સમયમાં તેને રૂ.બે લાખ પગાર અપાયો. તેનો શો ‘કોમેડી નાઇટ ‌િવથ કપિલ’ ખૂબ જ પ્રસિદ્ધ થયો. શોની સમગ્ર રૂપરેખા પ્રીતિ જ નક્કી કરતી હતી. પ્રીતિના કામને જોઇને તેણે તેની બહેન નીતિને પણ કામ પર રાખી. બંને બહેનો સાથે રહેતી હતી. તેના પર વિશ્વાસ કરીને કપિલે પોતાની વ્યક્તિગત જિંદગીથી લઇને આર્થિક લેવડદેવડ સુધીની વાતો પ્રીતિને જણાવી હતી.

પ્રોડક્શન હાઉસમાં ટેલેન્ટ મેનેજર તરીકે કામ કરી રહેલી અનુશ્રીને પ્રીતિ અને નીતિના કહેવા પર કપિલે કામ પરથી કાઢી મૂૂકી હતી. પ્રીતિએ તેને કહ્યું હતું કે તે પીઠ પાછળ કંઇક ગોટાળા કરે છે. શોમાં આવનારા ગેસ્ટ અંગે કપિલને જાણકારી આપવાનું કામ પ્રીતિનું હતું, પરંતુ તે યોગ્ય રીતે કામ કરતી નહોતી. તેનાથી મિસ અન્ડરસ્ટે‌િન્ડંગ ઊભું થતું હતું અને તેના કારણે કપિલની બદનામી થતી. કપિલે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે બાદમાં એક કાર્યક્રમમાં તે અનુશ્રીને મળ્યો ત્યારે તેણે કપિલને કહ્યું કે પ્રીતિ ખુુદ શોમાં દર્શક તરીકે બોલાવાતા લોકો પાસેથી પૈૈૈસા લે છે. બીજા સાથી કલાકારોને ભડકાવવાનું કામ પણ કરે છે અને કપિલના વ્યક્તિગત જીવન પર પણ બારીકાઇથી નજર રાખે છે. આ બધી બાબતોના કારણે કપિલના શોને ખૂબ જ નુકસાન થયું.

કપિલે કહ્યું કે તેણે જે લોકો પર વિશ્વાસ કર્યો તેમણે જ તેની સાથે દગો કર્યો. બાદમાં કપિલે પ્રીતિ અને નીતિને કાઢી મૂક્યાં. પ્રીતિએ એક વેબપોર્ટલ સાથે મળીને કપિલને બદનામ કર્યો. પોર્ટલને ઘણી નેગેટિવ બાબતો જણાવી. કપિલની નજીકની મિત્ર ગુરજોતે પ્રીતિને આમ ન કરવા કહ્યું ત્યારે તેણે બદલામાં રૂ.રપ લાખ માગ્યા. ર૦૧૮માં કપિલ ખુદ પ્રીતિને મળવા ગયો ત્યારે તેણે ધમકી આપી કે તે પોતાના વગર ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકે અને તે કપિલને છોડશે નહીં. કપિલ પાસે પણ તેેણે રૂ.રપ લાખ માગ્યા.

You might also like