વજન ઘટાડવા માટે બીચ પર રનિંગ કરી રહ્યો છે કપિલ શર્માઃ નવો શો લાવશે

મુંબઇ: કોમેડિયન કપિલ શર્મા ખૂબ જ જલદી ટીવી પર કમબેક કરવા જઇ રહ્યો છે. આ માટે તે ખૂબ પરસેવો પાડી રહ્યો છે. કપિલના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં કપિલ બીચ પર જોગિંગ કરતો દેખાય છે. આ પહેલાં કપિલના કેટલાક ફોટા મીડિયામાં આવ્યા હતા. જેમાં તેનું વધી ગયેલું વજન દેખાતું હતું.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કપિલે કહ્યું કે તે ખૂબ જ જલદી ટીવી પર પરત ફરશે. તેણે કહ્યું કે હજુ કશું ફાઇનલ નથી, પરંતુ હું મારા ફેન્સને વાયદો કરી શકું છું કે ટીવી પર ખૂબ જ જલદી કમબેક કરી અને ધ કપિલ શર્મા શોની નવી સિઝન લઇને આવીશ. આ શો આજે પણ ઓડિયન્સ માટે ફ્રેશ છે. તેનું પ્લાનિંગ શરૂઆતના ‌સ્ટેજ પર છે. આ શો ઓકટોબર મહિનામાં આવી શકે છે.

હાલમાં કપિલ પંજાબી ફિલ્મ સન ઓફ મનજિતસિંહ પ્રોડયુસ કરી રહ્યો છે. જેનું એનાઉન્સમેન્ટ તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર કર્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કપિલ શર્મા, કૃષ્ણા, અભિષેક અને ભારતીસિંહની સાથે કોમેડી શોથી કમબેક કરશે.

ત્રણેય છેલ્લી વાર એક સાથે કોમેડી સર્કસમાં જોવા મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે કપિલના નવા શોનું ફોર્મેટ અત્યાર સુધીના શોથી ઘણું અલગ હશે.

આ શોમાં પણ સેલિબ્રિટીઝ સાથે વાતચીતનું સેશન હશે, પરંતુ માત્ર કપિલ લીડ નહીં કરે. ક્રિષ્ણા અને ભારતીને પણ બરાબરનું ફૂટેજ મળશે.

માર્ચ ર૦૧૮મા કપિલનો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા શરૂ થયો હતો, પરંતુ માત્ર ત્રણ એપિસોડ બાદ બંધ કરવો પડયો હતો. શો દરમિયાન સમાચાર આવ્યા હતા કે કપિલ ડિપ્રેશનમાં છે અને શૂટિંગ માટે સેટ પર પણ આવી શકતો નથી.

You might also like