કપીલ શર્માને યાદ આવી ‘નાની’, ટ્વિટર પર કોમેડી કિંગ થયો ભાવુક…

કપિલ શર્માનો નવો શો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્માના ચાહકો સામે આવી ગયો છે. હાલમાં જ કપિલ શર્માની જૂની ટીમના સભ્ય અલી અસગરે કપિલને નવા શોને લઇને શુભેચ્છા પાઠવી છે. અલીની શુભેચ્છા બાદ કપિલ શર્માએ તેને જવાબ પરત આપ્યો હતો જે ઘણો ભાવુક રહ્યો હતો. અલી અસગર કપિલ શર્માના જૂના શોમાં દાદીનો રોલ કરતા હતા. અલીએ કપિલને ટ્વિટ કરતા લખ્યું કે એન્ટરટેઇમેન્ટ ટીવી પર પરત ફર્યું છે. કપિલ શર્માને નવા શોને લઇને ઘણી-ઘણી શુભકામના. તમે પરિવારોનું ખૂબ મનોરંજન કરો.

અલી અસગરના આ ટ્વિટ પર કપિલ શર્માએ ઘણો ભાવુક થઇને જવાબ આપ્યો. જેમાં લખ્યું આભાર અલી ભાઇ, હું તમને બધા ઘણો મિસ (યાદ) કરું છું. આ એ જ ફલોર છે જ્યાં આપણે કોમેડી નાઇટસ માટે શૂટિંગ કરતાં હતા. માત્ર હું જાણું છું કે તમારા લોકો વગર હું અહીં કેવી રીતે શોનું શૂટિંગ કરી રહ્યો છું ? તમને બધાને મારો પ્રેમ…

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાથી પરત ફરી રહેલા કપિલ શર્માની ટીમના મેમ્બર સાથે અનબન થઇ ગઇ હતી. જેના કારણે ચંદન, અલી અસગર અને સુનીલ ગ્રોવર કપિલ શર્માનો શો છોડીને ચાલી ગયા હતા. જો ચંદને થોડા દિવસ બાદ કપિલ શર્માનો શો બીજી વખત જોઇન્ટ કરી લીધો હતો, જ્યારે અલી અસગર કૃષ્ણાની સાથે જોડાયો હતો.

You might also like