કપિલ બની ગયો નંબર ટૂ, અહીં છે તેનું રાજ

બોલિવુડ એક્ટરર કપિલ શર્માના સિતારા આજકાલ ચમકમાં છે. ટીવી બાદ કપિલ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ત્યારે હવે ગુગલ પર પણ તેનો દબદબો જોવા મળી રહ્યો છે. યાહૂ ઇન્ડિયાએ ગૂગલ પર સૌથી વધારે શોધાઇ રહેલા વ્યક્તિઓના લિસ્ટની યાદી તૈયાર કરી છે. જેમાં કપિલ બીજા નંબર પર છે. આ લિસ્ટમાં સલમાન પહેલા નંબર પર છે. જ્યારે કપિલ બીજા નંબર પર છે. ત્યાર બાદ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને આમીર ખાનનો નંબર આવે છે.

કપિલે તેના કરિયરની શરૂઆત કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ-3થી કરી હતી. આ શો તે જીત્યો પણ હતો અને ત્યાંથી જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં તે આવ્યો હતો. કપિલ શર્માએ અત્યાર સુધી ઉસ્તાદો કે ઉસ્તાદ, કોમેડી સર્કસ, સ્ટાર યા રોક સ્ટાર જેવા શો કર્યા છે. વર્ષ 2013માં કોમેડી નાઇટ વિથ કરિલથી શરૂઆત કરી હતી. વર્ષ 2015માં તેણે કિસ કિસ કો પ્યાર કરૂ ફિલ્મ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

home

You might also like