દિલ્હીમાં એમ્બ્યુલન્સ અને દવાઓનો 300 કરોડનો ગોટાળોઃ કપિલ મિશ્રા

નવી દિલ્હીઃ દિલ્હી કેબિનેટના પૂર્વ મંત્રી અને કેજરીવાલના વિરોધી કપિલ મિશ્રાએ ફરી એક મોટા ગોટાળા અંગેનો ખુલાસો કર્યો છે. કપિલે આરોપ લગાવ્યો છે કે દવાઓની ખરીદીમાં 300 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. કપિલ મિશ્રાએ જણાવ્યું છે કે દવાઓ અને એમ્બ્યુલન્સની ખરીદી સાથે અધિકારીઓની બદલીમાં પણ ગોટાળો કરવામાં આવ્યો છે. જે દવાઓ હોસ્પિટલમાં મોકલવી જોઇએ. તે ગોડાઉન્ડમાં સડી રહી છે. તરૂણ સીમને 100 કરોડની દવા ખરીદવાની છૂટ આપવામાં આવી હતી.

કપિલ મિક્ષાએ કેજરીવાલ, તરૂણ સીમ અને સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગમાં નિયમ કાયદો તોડીને 30 એમએસની નિમણૂક સત્યેન્દ્ર જૈને કરી હતી અને જૂનિયરોને એમએસ પદ આપ્યું હતું. આ મામલે એલજીના સીધા હસ્તક્ષેપની જરૂર છે. મિશ્રાએ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં દવાની ખપ સામે ગોટાળાની આશંકા વ્યક્ત કરી છે. રાજધાનીની હોસ્પિટલમાં છેલ્લાં કેટલાય દિવસોથી દવાઓની ખપ છે. કેજરીવાલને પણ આ અંગે જાણ છે.

http://sambhaavnews.com/

You might also like