કેજરીવાલ ગુડ્ડો છે, હું જેલ પહોંચાડીને રહીશઃ કપિલ મિશ્રા

નવી દિલ્હીઃ કપિલ મિશ્રાએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે મેં એક અઠવાડિયા પહેલા જ આમ આદમી પાર્ટીને સવાલ પૂછ્યો હતો. પરંતુ હજી સુધી તેનો કોઇએ કોઇ જ જવાબ આપ્યો નથી. અરવિંદ કેજરીવાલ આ સવાલો પર ચૂંપ થઇને બેઠા છે. અરવિદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો ચલાવી રહ્યા છે. કેજરીવાલ એક IRS ઓફિસર રહી ચૂક્યા છે. તેથી જ તેમને ખ્યાલ છે કે કયું કામ કેવી રીતે થઇ શકે.

કપિલ મિશ્રાએ વધુમાં કહ્યું છે કે તેઓ હેમ પ્રકાશ શર્માને બચાવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલનો કોલર મારા હાથમાં છે. હું તેમને તિહાળ જેલ પહોંચાડીને જ રહીશ. ખુલાસા પછી કદાચ મારી હત્યા પણ થઇ શકે છે. અરવિદ કેજરીવાલ એક ગુડ્ડો છે. તેમને ભારત છોડીને ભાગવું પડશે.

હેમ પ્રકાશ શર્માને ઇનકમ ટેક્સ પણ શોધી રહ્યું છે. કપિલ મિશ્રાએ કહ્યું કે ડેવલિન કોર્પોરેશન એક હવાલા કંપની છે. જેના માલિક રોહિત ટણ્ડન છે. જ્યારે હેમ પ્રકાશ શર્મા પણ તેમના માલિક છે. મુકેશ કુમારની કંપની પર દિલ્હી સરકારની ઘણી નોટીસ આવી છે. આજ કારણે તેઓ અરવિદ કેજરીવાલની તમામ વાત માને છે. કપિલ મિશ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રેઝન્ટેશન પણ બતાવ્યું હતું. તેમણે બતાવ્યું કે એ સાથે રાત્રે 12 વાગે 4 કંપનીઓએ 50 લાખ રૂપિયા મોકલ્યા. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા જે રીતે લેટર હેડ બનાવવામાં આવી છે. તે લેટરહેડ પણ નકલી છે. જે ઘરે બેસીને બનાવવામાં આવ્યું છે. બે લેટરહેડમાં મુકેશ કુમારની સાઇન છે. જ્યારે બેમાં સાઇન નથી. મુકેશ કુમારને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યાં છે. કેજરીવાલ આજકાલ ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. મીડિયાએ આ તમામ બાબતની તપાસ કરવી જોઇએ.

http://sambhaavnews.com/

You might also like