સિસોદિયાને બોલાવ્યા તો LGની ઓફીસે મિશ્રા અને જૈન પહોંચ્યા

નવી દિલ્હી : દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને એલજી નજીબ જંગની વચ્ચે એકવાર ફરીથી તલવારો ખેંચાઇ ગઇ છે. હાલનાં મુદ્દે ડેંગ્યુ અને ચિકનગુનિયાનાં મુદ્દે વિવાદ વધતા એલજીએ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને ફિનલેન્ડનાં પ્રવાસેથી પરત બોલાવી લીધા હતા. ત્યાર બાદ શનિવારે દિલ્હી સરકારનાં મંત્રી કપિલ મિશ્રા અને સત્યેન્દ્ર જૈન ઉપરાજ્યપાલ નજીબ જંગની ઓફીસે પહોંચ્યા હતા. જો કે ગેટ નહી ખુલ્યો હોવાનાં કારણે 20 મિનિટ સુધી બહાર ઉભા રહ્યા હતા. શનિવાર અને રવિવારે એલજી રજા પર હોય છે.

એલજીની ઓફીસે પહોંચેલા કપિલ મિશ્રા અને સત્યેન્દ્ર જૈને નજીબ જંગ પર હૂમલો કર્યો હતો. જૈને કહ્યું કે જંગે જે રીતે રાત્રે ફેક્સ કર્યો, તેના પગલે અમને લાગ્યું કે કોઇ ઇમરજન્સી છે, માટે અમે અહીં દોડતા આવ્યા. અમે વિચાર્યું કે ઓફીસમાં હશે પરંતુ તેઓ આવ્યા જ નહોતા. કપિલ મિશ્રાએ કહ્યું કે, એલજી સાહેબે મારો નંબર જ બ્લોક કરેલો છે. સત્યેન્દ્રજીએ તેમને ફોન કર્યો તો ખ્યાલ આવ્યો કે તેઓ ઘરે નથી. આજે તેને મળવું શક્ય નહોતું બન્યું. કદાચ આજે તેનું કામ કરવાનો મુડ જ નહોતો.

શું તમે એળજી સાથેમીટિંગની એપોઇન્ટમેન્ટ લીધી હતી, બંન્ને મંત્રીઓએ કહ્યું કે એપોઇન્ટમેન્ટનું શું અમે બંન્ને તો દોડીને આવ્યા કે ઇમરજન્સીની સ્થિતી છે. તેમણે જે પ્રકારે રાત્રે ફેક્સ કર્યો હતો, અમને તો લાગ્યું કે ખુબ અગત્યનું કામ છે.

You might also like