હાર્દિક પંડ્યાએ હવે તેની બેટિંગ સુધારવી જરૂરીઃ કપિલદેવ

મુંબઇઃ ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન કપિલદેવ ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા તેની બેટિંગ પર વધુ ધ્યાન આપે, કારણ કે ઓલરાઉન્ડર તરીકે તે તેની મુખ્ય આવડત છે.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ખાતેની પહેલી ટેસ્ટ મેચમાં ૯૩ રન ફટકાર્યા પછી હાર્દિક પંડ્યા પ્રવાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં બાકીની મેચમાં એક પણ અડધી સદી નોંધાવી શક્યો ન હતો. કોઈ પણ આશાસ્પદ ઓલરાઉન્ડરની કપિલદેવ જોડે સરખામણી કરવી ભારતીય ક્રિકેટમાં એક ધોરણ થઈ ગયું છે અને વર્લ્ડ કપ વિજયી કેપ્ટન ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા કોઈ પણ માનસિક દબાણ વિના પોતાની રમત રમે.

હાર્દિક પંડ્યાએ પોતાની આવડત બતાવી દીધી છે અને તેની પાસે ક્રિકેટનો કસબ તથા આવડત છે. કોઈ અન્ય જોડે તેની સરખામણી કરવામાં તેના પર માનસિક દબાણ વધી શકે છે એમ પણ કપિલદેવે જણાવ્યું હતું.

કપિલના અભિપ્રાયમાં કોઈ પણ ઓલરાઉન્ડરે રમતમાં બેમાંથી કોઈ એક વિભાગમાં વધુ પ્રબળ હોવો જરૂરી છે અને તેના મતે હાર્દિક પંડ્યા ખાસ કરીને બૅટિંગ ઓલરાઉન્ડર છે. કપિલે કહ્યું હતું કે પંડ્યા હજુ યુવાન છે અને લોકો તેની પાસે બહુ આશા કરી રહ્યા છે.

You might also like