VIDEO: કપડવંજ નગરપાલિકાનાં ભાજપનાં 3 સભ્યો કરાયાં સસ્પેન્ડ, જાણો કેમ?

ખેડાઃ કપડવંજ નગરપાલિકામાં ચૂંટણી વખતે જ ભાજપ જિલ્લા હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. ભાજપ જિલ્લા હાઈકમાન્ડે નગરપાલિકાના 3 સભ્યો વિરૂદ્ધ લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરૂદ્ધ કામ કરતા કપડવંજ નગરપાલિકાનાં 3 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

નગરપાલિકાનાં આ 3 સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપનાં કાર્યકરોમાં ઘણો ભારે સોપો પડી ગયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 સભ્યોને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી પણ દૂર કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસે પણ આ જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કરનાર કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરને પોતાનાં પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધાં હતાં. કહેવાય છે કે આ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ જ છે.

You might also like