રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ આખરે કનુ કલસરિયા જોડાયાં કોંગ્રેસમાં

લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાનું કોંગ્રેસમાં આખરે વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ તેમણે પાર્ટી જોઈન કરી છે. મહત્વનું છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરની સીટ પરથી તેઓ હવે ચૂંટણી પણ લડી શકે છે.

પાર્ટી જોઈન કર્યા બાદ કનુ કલસરિયાનું કહેવું એમ છે કે, પાર્ટી જે જવાબદારી સોંપશે તેને નિષ્ઠાથી તેઓ નિભાવશે. પોતાનાં 5 હજાર સમર્થકો સાથે તેઓ પાર્ટીમાં પૂર જોશ સાથે ઉતરશે.

મહુવાનાં પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા આખરે કોંગ્રેસમાં જોડાઇ ગયાં છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કનુ કલસરિયાનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું છે અને આગામી રણનીતિ અંગે પણ ચર્ચા કરી. મહત્વનું છે કે કોંગ્રેસનાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

કનુ કલસરિયા હવે આગામી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આગામી ૧૬ અને ૧૭ જુલાઈએ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે આ દરમ્યાન તેમની સાથે કનુ કલસરિયા જોડે હોય તેવું જોવાં મળી શકે છે.

You might also like