રેલવેઅે જે છોકરીને મૃત જાહેર કરી હતી તેણે સામે અાવીને કહ્યુંઃ ‘હું જી‌િવત છું’

નવી દિલ્હી: કાનપુર પાસે થયેલા ટ્રેન અકસ્માતની ફોરે‌િન્સક તપાસ થશે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુઅે ગઈ કાલે લોકસભામાં કહ્યું કે અકસ્માત માટેના દોષિતોને છોડવામાં નહીં અાવે. અકસ્માતમાં મરનારા યાત્રીઅોની સંખ્યા ૧૪૬ સુધી પહોંચી ચૂકી છે. ગઈ કાલે રેલવેઅે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ૧૧૩ લોકોની યાદી જાહેર કરી હતી, તેમાં ભોપાલના કોલારની નિવાસી પૂનમ તિવારીને મૃત ગણાવવામાં અાવી, જ્યારે પૂનમ બચી ગઈ હતી.

તે તેના પતિ એલ. કે. તિવારી સાથે સુરક્ષિત પટણા પહોંચી ગઈ. તેણે ખુદ અા વાતને સમર્થન અાપતાં કહ્યું કે હું જી‌િવત છું. પૂનમે જણાવ્યું કે હું જી‌િવત છું. પટણામાં ભત્રીજાના લગ્નમાં સામેલ થવા તે ટ્રેનના અે-૧ કોચમાં સવાર થઈ હતી. ઘટના બાદ બીજી ટ્રેનથી પતિ એલ. કે. તિવારી સાથે કાનપુરથી પટણા સુધીની સફર પૂરી કરી. તેણે કહ્યું કે ઇશ્વરની કૃપાથી ટ્રેન દુર્ઘટનામાં મને અને મારા પતિને કોઈ ઇજા પહોંચી નથી. હું જી‌િવત હોવા છતાં પણ રેલવેના અધિકારીઅોઅે દુર્ઘટનાના રિપોર્ટમાં મને કયા અાધારે મૃત જાહેર કરી તેની તપાસ થવી જોઈઅે.

માતાની લાકડીઅે સાત લોકોના જીવ બચાવ્યા
દુર્ઘટનામાં મુઝફ્ફરપુરના એક પરિવારના સાત લોકોનો જીવ એક વૃદ્ધાની લાકડીઅે બચાવી લીધો. બિઝનેસમેન મનોજ ચોરસિયાઅે જણાવ્યું કે પરિવારના તમામ સાત સભ્ય બોગી બીએસ-૧માં ફસાયા હતા. કાટમાળમાં ફસાયેલા મનોજે માતાની લાકડીથી બારીનો કાચ તોડ્યો અને કોઈ પણ રીતે બહાર નીકળ્યો, પછી તેણે એક-એક કરીને પરિવારના તમામ સભ્યોને બહાર કાઢ્યા.
visit : www.sambhaavnews.com

You might also like