મોદીની તુલના તાનાશાહ કિમ સાથે કરી, કાનપુર પોલીસે 23 વ્યાપારીઓ સામે કેસ કર્યો

ઉત્તરપ્રદેશમાં કાનપુર પોલીસે 23 વ્યાપારીઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. કાનપુરમાં મોદીની કિમ સાથેની તુલનાવાળા બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

બેંક દ્વારા 10ના સિક્કા જમા ન કર્યાના આરોપમાં વ્યાપારીઓએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે આ પોસ્ટરો 12 ઓક્ટોબરે લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં એક સાઈડમાં તાનાશાહ કિમનો ફોટો લગાવવામાં આવ્યો હતો, જેના નીચે ‘મેં દુનિયા કો મિટા દૂંગા’ લખ્યું હતું અને બીજી સાઈડ મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હતો અને નીચે લખવામાં આવ્યું હતું કે, ‘મેં વ્યાપાર કો મિટા દૂંગા.’

આ મામલે પોલીસે 23 વ્યાપારીઓ પર કેસ દાખલ કર્યા છે અને પ્રવિણ કુમાર નામના શખ્સની ધરપકડ પણ કરી છે. જો કે વ્યાપારીઓ પોલીસની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.

You might also like