માર્ગ અકસ્માતમાં 22 વર્ષની ટીવી અભિનેત્રીનું મોત

મુંબઇઃ કન્નડ અભિનેત્રી રેખા સિંધુનુ એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટના વેલ્લોર સ્થિત નંદ્રામલ્લી પાસે થઇ છે. ચેન્નઇની રહેવાસી અભિનેત્રી રેખા સિંધુ બેંગ્લોર જઇ રહી હતી. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. પરાનામપટ્ટની આસપાસ ચૈન્નઇ બેંગ્લોર હાઇવે પર આ દુર્ઘટના સર્જાઇ છે. દુર્ઘટના સ્થળ પર જ રેખાનું મૃત્યુ થયું હતું. રેખા સિવાય મરનારામાં તેના સાથી અભિષેક કુમારન, જયાંકંદ્રન અને રક્ષન પણ શામેલ હતા.

જોકે ઘટના અંગે સમાચાર આવ્યા બાદ થોડા સમય માટે એ ભ્રમ થયો હતો કે આ અકસ્માતમાં રેખા સિંધુ નહીં રેખા કૃષ્ણાપ્પાનું મોત થયું છે. રેખા કૃષ્ણાપ્પા કન્નડ ફિલ્મો અને ટીવીમાં કામ કરે છે. ત્યાર બાદ રેખા કૃષ્ણપ્પાએ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો મેસેજ શેર કર્યો હતો અને તે સ્વસ્થ હોવાની માહિતી લોકોને આપી હતી.

http://sambhaavnews.com/

You might also like