કાંકરિયા સહેલાણીઓથી છલકાયું

અમદાવાદ: શહેરનું કાંકરિયા લેકફ્રન્ટ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેેવા પરપ્રાંતોથી આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હવે ઉનાળુ વેકેશન શરૂ થઇ ચુક્યું હોઇ કાંકરિયા સહેલાણીઓથી રોજેરોજ ઊભરાઇ રહ્યું છે.

સામાન્ય દિવસોમાં કાંકરિયાની નવથી દશ હજાર સહેલાણીઓ મુલાકાત લે છે જે શનિ-રવિ દરમિયાન સોળ હજાર સુધી જઇ પહોંચે છે પરંતુ હાલના વેકેશનના સમયગાળામાં સહેલાણી લગભગ બમણા થયા છે. ગત તા.૧૬ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ, ર૦૧૬ સુધી કાંકરિયાની ૧,૯૦,પર૬ સહેલાણીઓએ મુલાકાત લેતાં કોર્પોરેશનને રૂ.૧૮.૦ર લાખની આવક થઇ હતી, જે પૈકી ૩૯,૭૪૯ સહેલાણીઓએ મિની ટ્રેનની અને ૩૧૧૩ સહેલાણીઓએ કિડ્સ સિટીની મજા માણી હતી. જેનાથી તંત્રને રૂ.૧૦.પપ લાખની વધારાની આવક થઇ હતી.

You might also like