દિવાળીના તહેવારોમાં કાંકરિયામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં અને મહારાષ્ટ્ર-રાજસ્થાન જેવાં પરરાજ્યના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા લેકફ્રન્ટમાં િદવાળીના તહેવારોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. તા.૩૦ ઓક્ટોબર, દિવાળીએ ૧૭,૩૩૪ મુલાકાતીઓથી તંત્રને રૂ.૧.૬૫ લાખની આવક થઈ હતી. જ્યારે તા.૩૧ ઓક્ટોબરના નવા વર્ષે કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો બમણો થતાં કુલ ૪૮,૭૧૨ મુલાકાતીઓના લીધે તંત્રની તિજોરીમાં રૂ. ૪.૬૨ લાખ ઠલવાયા હતા.

ગઈ કાલના ભાઈબીજના તહેવારે કાંકરિયા લેકફ્રન્ટનાે સૌથી વધુ ૬૭,૬૧૬ મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો. ભાઈબીજે રૂ.૬.૩૭ લાખની આવક થઈ હતી. દિવાળીના આ ત્રણેય તહેવારોના સપરમા દિવસોમાં કાંકરિયાની ૧.૩૪ લાખ સહેલાણીઓએ મુલાકાત લેતાં કોર્પોરેશનને કુલ રૂ.૧૨.૬૩ લાખની એન્ટ્રી ફીની જ આવક થઈ હતી.

જ્યારે દિવાળીએ મિની ટ્રેનની ૩૨૭૬ મુલાકાતીઓએ મોજ માણતાં રૂ.૭૦,૦૯૫ની આવક, બેસતા વર્ષે ૫૪૬૧ મુલાકાતીઓથી રૂ.૧.૧૫ લાખની આવક, ભાઈબીજે ૭૮૬૨ મુલાકાતીઓથી રૂ.૧.૬૪ લાખની આવક મળીને કુલ ૧૬,૫૯૯ મુલાકાતીઓથી મ્યુનિ. સત્તાવાળાઓને રૂ. ૩૪.૯ લાખની આવર થવા પામી હતી. આ ત્રણ દિવસો દરમિયાન કિડ્સ સિટીના ૯૦૦ મુલાકાતીઓથી તંત્રે રૂ.૬૫,૦૬૦ની આવક રળી હતી. સરવાળે દિવાળીના સપરમા દિવસો કાંકરિયા લેકફ્રન્ટને આવકની દૃષ્ટિએ ફળ્યા હતા.

You might also like