શહેરમાં આજથી કાંકરિયા કાર્નિવલ પ્રારંભ

અમદાવાદ: શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલની યોજના કરવામાં આવી છે. જેનો આરંભ આજથી થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનાર આ કાર્યક્રમમાં શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે પોલીસ તંત્રે પણ કમર કસી લીધી છે. તમામ જગ્‍યાએ મોટી સંખ્‍યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્‍યા છે. સાવચેતીના તમામ પગલા લેવામા આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં લાખો લોકો પહોંચી તેવી શક્યતા છે. દરવર્ષે અંદાજે 25 લાખ લોકો આ કાર્યક્રમને નિહાળવા પહોંચે છે. કેટલાક ટોપ નેતાઓ અને સેલિબ્રિટી પણ હાજરી આપે તેવી શક્‍યતા છે. વાહન વ્‍યવહાર માટે કેટલાક રસ્‍તા પણ બંધ કરવામાં આવ્‍યા છે.

કાકંરિયા કાર્નિવલમાં સૈનિકોની કામગીરી તથા તેમનું મહત્વ રજુ કરતો બંદે મે હે દમ નો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. ગુજરાતના, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, પશ્વિમ બંગાળ, પંજાબના નૃત્ય રજુ કરવામાં આવશે. ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા લોક ડાયરો તેમજ પ્લેહેક સિંગિગનો કાર્યક્રમ પણ રજુ કરવામાં આવશે. શહેરના વિવધ રોક બેન્ડ્સ દ્વારા પર્ફોમન્સ રજુ કરવામાં આવશે.

You might also like