કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બર ક્રિસમસ ડેથી શરૂ, દસમાં વર્ષમાં પ્રવેશ

ર૦૦૮થી દર વર્ષની ‌રપ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ઊજવાતા કાંકરિયા કાર્નિવલે તો અમદાવાદીઓને જબ્બર ઘેલાં કર્યાં છે. કોર્પોરેશન દ્વારા ર૦૦૬માં આશરે રૂ.૩૬ કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરાયો હતો. જે ડિસેમ્બર, ર૦૦૮માં પૂર્ણ થતાં તે જ વર્ષથી ભવ્ય કાંકરિયા કાર્નિવલનું આયોજન કરીને નાગરિકો માટે ખુલ્લું મુકાયું હતું.

હવે આગામી તા.રપ ડિસેમ્બરથી ફરીથી કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલની ધમાકેદાર શરૂઆત થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, આતશબાજી, શિપ લાઇટિંગ, રોક બેન્ડસ, ફૂડ ફેસ્ટિવલ જેવા ભાતીગળ કાર્યક્રમો યોજાશે. દર વર્ષે સરેરાશ રપ લાખથી વધુ લોકો આ કાર્નિવલનો આનંદ માણે છે અને આ વખતે કાંકરિયા કાર્નિવલ ૧૦મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

You might also like