VIDEO: આજથી 31 ડિસે. સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ, અમદાવાદમાં લાગશે ચાર ચાંદ

અમદાવાદઃ આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. મહત્વનું છે કે, છેલ્લાં 10 વર્ષથી અમદાવાદમાં આ કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. આ કાર્નિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેનાં કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી ખુશીને મનાવવા માટે પહેલેથી જ કાંકરિયાની આસપાસનાં વિસ્તાર અને રોડ રસ્તાઓને લાઇટોથી ઝળહળતાં કરી દેવામાં આવ્યાં છે.

આ કાર્નિવલને લઇ 3 નાયબ પોલીસ કમિશ્નર, 7 ડીવાયએસપી, 33 પીઆઇ, 73 પીએસઆઇ, 13 મહિલા પીએસઆઇ, 1346 પોલીસ કર્મચારીઓ, 266 એસઆરપી જવાનો અને 265 હોમગાર્ડનાં જવાનો ગોઠવવામાં આવ્યાં છે.

જો કે અહીં ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિકની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હેલ્પ ડેસ્ક, વોચ ટાવર, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, એન્ટી સેબોટેજની ટીમો દ્વારા સમગ્ર પરિસરનું આતંકી પ્રવૃતિઓ નિવારવા માટે સઘન ચેકિંગ કરવામાં આવશે.

You might also like