આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ,કાંકરિયા રોશનીથી ઝળહળ્યું, જાણો આવતીકાલના કાર્યક્રમો

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે.. આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. મહત્વનુ છે કે, છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં કાર્નિવલ યોજવામાં આવે છે. આ કાર્નિવલમાં વડાપ્રધાન નરેદ્ર મોદી ઉપસ્થિત રહે તેવી પણ શકયતા છે. મહત્વનુ છે કે, અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ત્યારે ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી ખુશીને મનાવવા માંગતી હોય એમ અત્યારથી જ કાંકરિયાની આસપાસ વિસ્તાર અને રોડ રસ્તાઓને લાઇટોથી ઝળહળતા કરવાની તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે… આ દરમિયાન 3 નાયબ પોલીસ કમિશનર, 7 ડીવાયએસપી, 33 પીઆઇ, 73 પીએસઆઇ, 13 મહિલા પીએસઆઇ, 1346 પોલીસ કર્મચારીઓ, 266 એસઆરપી જવાનો અને 265 હોમગાર્ડના જવાનો ગોઠવવામાં આવ્યા છે.

ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હેલ્પ ડેસ્ક, વોચ ટાવર, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, એન્ટી સેબોટેજની ટીમોનુ સમગ્ર પરિસરનુ આતંકી પ્રવૃતિઓ નિવારવા માટે સઘન ચેકિંગ કરવામાં આવશે.

આજથી કાંકરિયા કાર્નિવલનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રંગારંગ પ્રારંભ થનાર હોઇ મુલાકાતીઓને કાર્નિવલ દરમિયાન કાંકરિયા તળાવમાં મફત પ્રવેશ અપાશે. કાંકરિયા કાર્નિવલ માટે આ વખતે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નોકટરનલ ઝૂ છે. ગુજરાતના સર્વપ્રથમ નોકટરનલ ઝૂનું આજે સાંજે લોકાર્પણ થનાર હોઇ આવતી કાલથી મુલાકાતીઓ દિવસે રાતના અંધારામાં ફરતાં નિશાચર પ્રાણીઓને નિહાળી શકશે. સવારના ૯-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નોકટરનલ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. પુખ્ત વયના નાગરિકો માટે રૂ.પ૦ અને બાળકો માટે રૂ.ર૦ની ટિકિટ રખાઇ હોઇ નોકટરનલ ઝૂના મુલાકાતીને કાંકરિયા ઝૂની પુખ્ત વયના નાગરિકની રૂ.ર૦ અને બાળકની રૂ.૧૦ની ટિકિટ નહીં લેવી પડે અને તે દિવસે કાંકરિયા ઝૂમાં મફત પ્રવેશ મેળવી શકશે તેમ કાંકરિયા ઝૂના ડાયરેકટર ડો.આર. કે. સાહુ જણાવે છે.

યુનેસ્કો દ્વારા ચાલુ વર્ષે અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટી જાહેર કરાયું હોઇ કાંકરિયા કાર્નિવલને દરરોજના આકર્ષણ ઉપરાંત હેરિટેજ થીમ અપાઇ છે. આતશબાજીના કારણે કાંકરિયા ઝૂનાં ૧પ૦૦ જેટલાં પક્ષીઓની ઊંઘમાં ખલેલ પડતી હોઇ તંત્રે આતશબાજીના બદલે લેસર શોને પસંદ કરેલ છે. દરરોજના પપેટ શો, જાદુગર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, બાળનગરી, રોક બેન્ડ, લાઇવ કેરેકટર્સ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો અમદાવાદીઓને મંત્રમુગ્ધ કરશે. આજે સ્ટેજ નં. ૧ પુષ્પકુંજ ખાતે હેરિટેજ થીમ આધારિત શેડો ડાન્સ, કઠપૂતળી ડાન્સના કાર્યક્રમો યોજાશે. વ્યાયામ વિદ્યાલયના સ્ટેજ નં.૩ પર લવની ભવાઇ ફેમ ‌જીગરદાન ગઢવીનું રોક બેન્ડ થશે.

 • કાર્નિવલના આવતી કાલના કાર્યક્રમઃ
  – સ્ટેજ-૧ પુષ્પકુંજઃ શાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરવી ગુજરાત, શેડો પર્ફોર્મન્સ, લાઇટ એન્ડ સાઉન્ડ શો
  – સ્ટેજ-ર બાલવાટિકાઃ શાળા દ્વારા બેન્ડ નિદર્શન, સૂર-તાલ અને સાઝ, શાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરિટેજ થીમ આધારિત પર્ફોર્મન્સ
  – સ્ટેજ-૩ વ્યાયામ વિદ્યાલયઃ ગુજરાત ટૂરિઝમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇશાની દવેનું રોક બેન્ડ ભદ્ર પ્લાઝાના આવતી કાલના કાર્યક્રમ
  – સાંજે ૭થી ૧૦ વાગ્યેઃ શહેર પરનાં ગીતોનો પાર્થ ઓઝા અને સંજય ઓઝાનો કાર્યક્રમ અને કુતલેખાન દ્વારા સૂફી સંગીત. લેકચર સિરીઝ ઓન હેરિટેજઃ આવતી કાલના કાર્યક્રમ
  – સાંજે ૬-૦૦ વાગ્યેઃ એએમએ-વસ્ત્રાપુર, પ્રો.ઉત્પલ શર્માઃ એપ્રોચ ટોવાર્ડ્સ રિવાઇ ટેલિશેસન ઓફ ઓલ્ડ સિટીઝ
You might also like