મારી સ્ટાઈલ બીજા કરતાં અલગઃ કનિકા કપૂર

કનિકા કપૂર આજે બોલિવૂડની પ્રસિદ્ધ ગાયિકા બની ચૂકી છે. તેની સામે નિર્માતાઓની લાઈન લાગેલી હોય છે, જેથી નિર્માતાઓ તેના અવાજનો ઉપયોગ ફિલ્મોમાં કરી શકે. ઇન્ડસ્ટ્રીમાં બેબી ડોલના નામે જાણીતી કનિકાનું કહેવું છે કે તે ખુદને માત્ર હિંદી પોપ સંગીતનો અવાજ જ માને છે. આજે બોલિવૂડમાં તે સર્વાધિક લોકપ્રિય ગાયિકા છે. તે કહે છે કે ઇમાનદારીથી કહું તો જ્યારે કોઇ મને આ વાત કરે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે શું હું ખરેખર આ છું. હું તેનું વર્ણન કરી શકતી નથી, પરંતુ આ એ જ જગ્યા છે, જ્યાં હું રહેવા ઇચ્છતી હતી.

મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે આ બધું આ રીતે થઇ જશે. આજે  હું સ્ટુડિયોમાં સંગીત રેકોર્ડ કરવા જઉં છું તો મને અહેસાસ થાય છે કે હું જાણે પહેલી વાર ત્યાં જઇ રહી હોય.

કનિકા કહે છે કે જ્યારે હું ૧૧ વર્ષની હતી ત્યારે લખનૌમાં મેં ક્રોસ રોડ નામનો મુકાબલો જીત્યો હતો. હું જીતી ત્યારે મેં મારી જાતને એક સ્ટાર મહેસૂસ કરી હતી. મને એ વાતનો વિશ્વાસ હતો કે હું ખરેખર ક્યારેક સ્ટાર બનીશ. આજે મને પાર્શ્વ સંગીત માટે ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. મારા ગુરુજીએ મને શિખવાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી. મારી સ્ટાઇલ મને બધાં કરતાં અલગ બનાવે છે. હું કોઇની નકલ કરતી નથી. હું મોટી થઇ ત્યાં સુધી મેં દરેક વ્યક્તિની નકલ કરી હતી, પરંતુ હવે મારી સ્ટાઇલ બધાં કરતાં સાવ અલગ છે. •

You might also like