કનૈયાને કોર્ટમાં કરાયો હાજર : વકીલોની દેશદાઝ વિદ્યાર્થી અને પત્રકારો પર ઉતરી

નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે જેએનયૂમાં દેશવિરોધી નારેબાજી કરવાનાં આરોપમાં ધરપકડ કરાયેલા કનૈયા કુમારને રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વકીલો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં હાજર વકીલોની કનૈયાનાં સમર્થક વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા હાથની મારામારી થઇ ગઇ હતી. વકીલોએ વિદ્યાર્થીઓ અને પત્રકારોને માર્યા. કોર્ટ પરિસરમાં પત્રકારોએ જ્યારે મારપીટની તસ્વીરો લેવાનાં પ્રયાસો કર્યા તો વકીલો ભડકી ગયા હતા. તેમણે પત્રકારો સાથે ગેરવર્તણુંક કરી હતી. આઇબીએન-7નાં પત્રકાર અમિત પાંડેયને ખુબ માર માર્યો અને તેનાં કપડા પણ ફાડી નાખ્યા હતા. બીજી તરફ કોર્ટ પરિસરમાં હાજર પત્રકાર પ્રાચી શર્માનો ફોન પણ ઝુંટવી લીધો હતો. વકીલો ભારત માતાકી જયનાં નારાઓ પણ લગાવી રહ્યા હતા.
અહેવાલો અનુસાર આ હોબાળો કનૈયાને હાજર કરાયો તે પહેલા ચાલુ થયો હતો. કનૈયાને રજુ કરાયો ત્યારે કેટલાય તેના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યા વકીલો પણ મોટા પ્રમાણમાં હાજર હતા. બંન્ને વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ મારામારી ચાલુ થઇ ગઇ હતી. વકીલોએ કનૈયાનાં સમર્થક એક વિદ્યાર્થીને કોર્ટ પરિસરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. જાણકારી મળ્યા બાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. સ્થિતીને નિયંત્રણમાં લીધી હતી. હોબાળો વધ્યા બાદ ડીસીપી પણ ત્યા પહોંચ્યા હતા.
માહિતી અનુસાર પોતાને વકીલ કહેનાર એક વ્યક્તિ ચેમ્બરની બહાર નિકળીને તેણે કનૈયાનાં સમર્થકો પણ ગેરવર્તણુંકનો આરોપ લગાવ્યો. તેણે વિદ્યાર્થીઓને કોર્ટરૂમની બહાર નિકળી જવા માટેનાં આદેશો આપ્યા. ટુંકમાં જ ત્યાં કેટલાય અન્ય વકીલો એકત્ર થઇ ગયા અને તેમણે ભારત જિંદાબાદનાં નારા લગાવવાનાં ચાલુ કરી દીધી હતી. જેએનયુનાં કેટલાક શિક્ષકો પણ કોર્ટમાં હતા. તેમનાં વકીલો વચ્ચે બોલાચાલી ચાલુ થઇ ગઇ હતી. થોડા જ સમયમાં કોર્ટ પરિસર સમરાંગણમાં ફેરવાઇ ગયું.

You might also like