અફઝલ ગુરૂ નહી પરંતુ રોહિત વેમુલા છે મારો આદર્શ : કનૈયા

નવી દિલ્હી : જેએનયુ વિદ્યાર્થઈ સંઘ અધ્યક્ષ કનૈયા કુમારે આજે શુક્રવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને પછી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દેશદ્રોહનાં આરોપી કનૈયા કુમાર જેલની બહાર આવ્યા બાદ બીજી વખત લોકોની સામે આવ્યો છે. કનૈયાનો દાવો છે કે જેએનયુને બદનામ કરવા માટેનું કાવત્રું રચવામાં આવ્યું છે. કનૈયાએ કહ્યું કે મારો આદર્શ અફઝલ ગુરૂ નહી પરંતુ રોહિત વેમુલા છે. જેએનયૂ લોકશાહીની સાથે હંમેશાથી ઉંભુ રહ્યું છે. આ એવી ઐતિહાસિક સંસ્થા છે જે વર્ષોથી લોકશાહીની પડખે ઉભી રહી છે. જેએનયુમાં ભણનારી વ્યક્તિ ગમે તે હોઇ શકે છે પરંતુ ક્યારે પણ દેશદ્રોહી ન હોઇ શકે.
અફઝલ ગુરૂ અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં કનૈયાએ કહ્યું કે અફઝલ ગુરૂ દેશનો નાગરિક હતો. તે અખંડ ભારતનાં એક ભાગ જમ્મુ અને કાશ્મીરનો નિવાસી હતો. તેને ભારતીય કાયદા અનુસાર સજા ફટકારવામાં આવી છે. મારા માટે અફઝલ ગુરૂ આઇકોન નથી. રોહિત વેમુલા મારો આદર્શ છે. કનૈયાએ કહ્યું કે તમે કેટલા રોહિત મારશો દરેક ઘરેઘરેથી રોહિત નિકળશે. મારો આ નારો છે. પરંતુ અફઝલ ગુરૂ અંગે મે ક્યારે પણ નારા પોકાર્યા નથી કે ક્યારે પણ સુત્રોચ્ચાર કર્યા નથી.
કનૈયાએ કહ્યું કે થોડા કાળા વાદળ છે પરંતુ જ્યારે તે હટી જશે ત્યારે મુશળધાર વરસાદ થશે અને પછી ધરતીમાંથી સોનું ઉગવા લાગશે. આ કાળા વાદળો હટશે. કાળાવાદળોથી સુરજ છુપાઇ જાય છે જરૂર પરંતુ તે ગણત્રીનાં થોડા સમય માટે જ .જ્યારે જ્યારે દેશની લોકશાહી અવાજને તંત્ર દ્વારા બદાવવાનો પ્રયાસ થો છે ત્યારે ત્યારે JNU આગેવાની લીધી છે. કનૈયાએ કહ્યું કે તમે ટેક્સ આપો છો,તેની સબસીડીથી અમે લોકો અહીં અભ્યાસ કરી શકીએ છીએ. અમે તમને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે JNUવાળા ક્યારે પણ દેશદ્રોહી નહી હોઇ શકે.
મોદી સરકારની તરફ ઇશારો કરતા કનૈયાએ કહ્યું કે સંવિધાનનાં નામે કાવત્રાઓ રચાઇ રહ્યા છે. તમારી સાથે મતભેદ છે મનભેદ નહી. મતભેદ રાખવાનો સંવિધાન અધિકાર આપે છે. અમને સંવિધાન પર સંપુર્ણ વિશ્વાસ છે. થોડી ચેનલો અમને બદનામ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. હકની લડાઇ લડવી તે અમારો અધિકાર છે. સંવિધાનનાં વર્તુળમાં રહીને જેએનયું કોઇ પણ વસ્તુનું સમર્થન કરે છે અને કરતું રહેશે.

You might also like