કાંગડાનું કાલિનાથ મંદિર, જ્યાં શિવલિંગમાં મહાકાળી અને શિવ બંનેનો વાસ છે

હિમાચલ પ્રદેશના કાંગડા દેહરાના પરાગપુર ગામમાં સ્થિત શ્રી કાલિનાથ કાલેશ્વર મહાદેવ મંદિર વ્યાસ નદીના તટ પર છે. અહીં સ્થાપિત શિવલિંગ પણ અજોડ છે.  એવી માન્યતા છે કે આ શિવલિંગમાં મહાકાળી અને ભગવાન શિવ બંનેનો વાસ છે. તેના નજીક જ શ્મશાનઘાટ છે જ્યાં હિંદુ ધર્મના લોકો પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર કરવા આવે છે.

મહાશિવરાત્રિ પર અહીં ખૂબ મોટા પ્રમાણમાં મેળો લાગે છે. ભગવતી દુર્ગાની આ દસ મહાવિદ્યાઓમાંથી એક છે મહાકાળી, જેમના કાળા અને
ભયાનક રૂપની ઉત્પત્તિ રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી. આ એક માત્ર એવી શક્તિ છે જેનાથી કાળ પણ ભયભીત રહે છે. તેમનો ક્રોધ એટલો વિકરાળ સ્વરૂપ લઈ લે છે કે સંપૂર્ણ સંસારની શક્તિઓ મળીને પણ તેમના ગુસ્સાને શાંતિ નથી કરી શકતી.

તેમના ક્રોધને રોકવા માટે સ્વયં તેમના પતિ ભગવાન શંકર તેમના ચરણોમાં આવીને સુઈ ગયા હતા. ત્યારે મહાકાળીનો ક્રોધ ચરમ પર હતો, તેમને કંઈ પણ ભાન ન હતું. તેથી ભગવાન શિવ પર તેમને પોતાનો પગ મૂકી દીધો.

અજાણતા જ થયેલા આ મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષો સુધી હિમાલયમાં પ્રાયશ્ચિત માટે ભટકવું પડ્યું હતું. સતયુગના સમયમાં ભગવાન શિવથી વરદાન પ્રાપ્ત કરી દૈત્ય અત્યંત શક્તિશાળી થઈ ગયા. તેના પાપ કર્મોથી ધરતી માતા થરથર કાપંવા લાગી. ભગવાન શિવે યોગમાયાને આદેશ આપ્યો કે તે મહાકાળીનો રૂપ ધારણ કરી અસુરોનો નાશ કરી દે. તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ પણ દેત્ય રૂપમાં આવી ગયા અને બંનેમાં વિકરાળ યુદ્ધ થયું જેનાથી દેવતાઓ પણ કંપી ઊઠ્યાં. મહાકાળી મહાદેવને રાક્ષસ સમજી પ્રહાર કરવા લાગ્યા તો તેમને ભગવાન શંકરનું રૂપ દેખાયું જેને જોતા જ તેમનો ક્રોધ શાંત થઈ ગયો. પોતાની ભૂલનો પ્રાયશ્ચિત કરવા માટે તેઓ હજારો વર્ષો સુધી હિમાલયમાં ભટકતા રહ્યા.

એવું માનવામાં આવે છે કે વ્યાસનદીના તટ પર મહાકાળી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સમાધિમાં મગ્ન થઈ ગયા હતા ત્યારે તેમના તપના પ્રભાવથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમને દર્શન આપ્યાં અને તેમને તેમના પાપમાંથી મુક્ત કર્યા. આ રીતે જ મહાકાળીને ભૂલવશ થયેલા મહાપાપમાંથી મુક્તિ મળી. ત્યારે જ ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી અને મંદિરનું નામ શ્રી કાલિનાથ કાલેશ્વર મહાદેવ પડ્યું. સતયુગની શરૂઆતથી શિવલિંગનું પૂજન આજ સુધી થાય છે.•

You might also like