કંગનાની ક્રિકેટર્સ સાથે એડ

મુંબઇઃ બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે ક્રિકેટર એમ.એસ ધોની અને વિરાટ કોહલી સાથે એક એડ કરી છે. બોલિવુડ અંદાજમાં રિલીઝ થયેલી એડમાં ક્રિકેટર્સ કમાલના લાગી રહ્યાં છે.

kangna-ad2આ એડમાં કંગના, ધોની, વિરાટ, અશ્વિન અને બાકી ક્રિકેટર્સ બોલિવુડની સુપર ક્વીન કંગના સાથે “મેને હોઠો પે લગાઇ તો હંગામા હો ગયા” ગીત પર ડાન્સ કરતા જોવા મળશે. આ એડ જોવામાં ખૂબ જ સરસ છે. કંગનાનો લૂકમાં તેમાં અલગ પ્રકારનો છે.

kangna-ad3તે રાનીના લૂકમાં આ એડમાં જોવા મળશે. હાલ આઇપીએલ સીઝન ચાલી રહી છે ત્યારે સિઝનને પ્રમોટ કરવા માટે વિવિધ એડનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. કંગના અને ક્રિકેટર્સની એડ તેનો જ એક ભાગ છે.

You might also like