આખરે કંગનાએ સ્વીકાર્યું, રિતિક સાથે હતો સંબંધ!

મુંબઇ: બોલિવૂડ એક્ટર્સ કંગના અને રિતિક રોશનના અફેરની વાતો ઘણી વખત સામે આવી છે. પરંતુ આ બંનેએ હંમેશા આવી વાતોને નકારી કરે છે. પરંતુ કંગના અને રિતિકે પોતે કંઇક એવી વાતનો સ્વીકાર કર્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ બંને રિલેશનશીપમાં હતા. જોકે હવે આ બંનેના સંબંધ વચ્ચે થોડીક ખારાશ આવી ગઇ છે જેના કારણે તેઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાએ ઇશારામાં રિતિકને પાગલ એક્સ છે.

રિતિકે એક ટ્વિટ પર કર્યું છે જેમાં તેણે લખ્યું છે કે, મીડિયાએ જેટલી મહિલાઓ સાથે મારું નામ જોડ્યું છે તેનાથી વધારે તો ચાન્સ તો પોપ ડેન સાથે છે.

 

સ્વાભાવિક છે કે રિતિકના આ ટ્વિટ બાદ અંદાજો લગાવી શકાય છે કે તેણે કંગનાને જવાબ આપવા માટે ટ્વિટ કર્યું છે.

જોકે કંગના ફિલ્મ આશિકી-3માં કામ કરવાની હતી પરંતુ તેમાં રિતીક મુખ્ય ભૂમિકામાં છે તેથી કંગના આ ફિલ્મમાંથી આઉટ થઇ ગઇ. એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે રિતિકે જ તેને ફિલ્મમાંથી આઉટ કરાવી હતી. જ્યારે કંગનાને પુછવામાં આવ્યું કે તેણે આશિકી-3 રિતિકને કારણે છોડી તો તેણે કહ્યું કે, ખબર નહીં કેમ કેટલાક એક્સ પાર્ટનર્સ પબ્લિસીટી મેળવવા માટે આવા કાર્યો કરે છે. મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા હતા કે ક્રિશ-3 ફિલ્મ વખતે રિતિક અને કંગના વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું.

You might also like