કંગના રાણાવત’સિમરન’ને લઈને ચર્ચામાં

હાલમાં કંગના રાણાવત પોતાની આગામી ફિલ્મ ‘સિમરન’ને લઇ ચર્ચાઓમાં છે. પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતાની આ ફિલ્મમાં કંગના ખૂબ જ ઇમોશનલ રોલ ભજવી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આ અભિનેત્રી ફિલ્મમાં પ્રફુલ્લ પટેલ નામની ૩૦ વર્ષીય ડિવોર્સી મહિલાનો રોલ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં અમેરિકાના એટલાન્ટામાં જારી છે. કંગના અમેરિકામાં રોડ અકસ્માતમાં ઘાયલ થવાના પણ સમાચાર આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કંગના આટલો ભાવુક રોલ પહેલી વાર ભજવવા જઇ રહી છે. આ કારણે તે આ ભૂમિકા સાથે જોડાયેલા દરેક મુદ્દા પર ખૂબ જ મહેનત કરવામાં વ્યસ્ત બની છે.

કંગના પોતાની ભાષા તેમજ શરીરના હાવભાવ પર વિશેષ રીતે ધ્યાન આપી રહી છે. આ માટે તેણે ઘણા કલાકો સુધી દુનિયાથી દૂર એકલાં રહેવાનો અભ્યાસ કર્યો, જેથી તે આ ભૂમિકાના ઊંડાણમાં ઊતરી શકે, જોકે સિમરન પહેલાં તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રંગૂન’માં શાહિદ કપૂર અને સૈફ અલી ખાન સાથે જોવા મળશે. રિલીઝ પહેલાં આ ફિલ્મમાં કંગનાની જબરદસ્ત એક્ટિંગની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. •
http://sambhaavnews.com/

You might also like