આજે મારી પાસે બધું જ છે, હું હારનારાઓમાંની છું જ નહીંઃ કંગના રાણાવત

ઘણા સમયથી કંગના રાણાવત અને ઋત્વિક રોશન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ કરણ જોહર પર પણ બોલિવૂડમાં ભાઇ-ભત્રીજાવાદનો આક્ષેપ કર્યો છે. ઘણા લોકોએ આને કંગના તરફથી ફિલ્મ હિટ કરાવવાની ફોર્મ્યુલા પણ કહી છે. કંગનાની વાત માનીએ તો કહાણી તેનાથી અલગ જ છે. કંગનાના જણાવ્યા અનુસાર તેને ફિલ્મોની ઓફર આવવાની ઘટી નથી, પરંતુ હવે લોકોના વર્તનમાં પરિવર્તન આવ્યું છે.

છેલ્લા થોડા દિવસમાં વિવાદથી કંગનાની કમાણી પર અસર પડી છે. કંગના કહે છે કે હવે મારી કમાણી પહેલાં જેટલી નથી. હું ઇચ્છતી હતી કે હું મારું પ્રોડક્શન હાઉસ ખોલું, પરંતુ હવે લાગે છે કે થોડા સમય માટે મારે આ યોજના ટાળી દેવી પડશે. કંગનાનું કહેવું છે કે અત્યારે મેં ત્રણ ફિલ્મ સાઇન કરી છે. આજે મારી પાસે મનાલીમાં એક સુંદર ઘર છે. પાલિહિલમાં મારી પોતાની ઓફિસ છે અને હું ખૂબ જ જલદી હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા જઇ રહી છું. હું હાર માનનાર વ્યક્તિ નથી અને હું એક પ્રેરણા બનવા ઇચ્છું છું.

કંગનાએ સલમાન પાસે એક ખાસ વસ્તુ માગી છે. સૂત્રોની વાત માનીએ તો તેણે પોતાની આગામી ફિલ્મનું ટાઇટલ સલમાન પાસે માગ્યું છે. કંગનાની આગામી ફિલ્મનું ટાઇટલ ‘મેન્ટલ’ છે જ્યારે તેના પ્રોડ્યૂસર શૈલેશસિંહે આ ટાઇટલ માટે અરજી કરી ત્યારે તેને જાણ થઇ કે આ ટાઇટલ સલમાન ખાન ફિલ્મ્સ પાસે છે. હવે કંગનાની ટીમે સલમાન પાસે આ ટાઇટલની માગણી કરી છે. સલમાનને કંગના એક વાર નારાજ કરી ચૂકી છે જ્યારે તેણે ‘સુલતાન’ ફિલ્મમાં કામ કરવાની ના કહી હતી. હવે જોવાનું એ છે કે સલમાન શું કરે છે?

You might also like