સ્વચ્છ ભારતને પ્રમોટ કરનાર કંગનાને નથી પસંદ સ્નાન

મુંબઇઃ અભિનેત્રી કંગના રનાઓટે કહ્યું છે  પોતાને સ્વચ્છ રાખવાથી તેમના જીવનમાં ઘણા સારા પરિવર્તન આવ્યાં છે. તે ખૂબ જ આળસુ છે અને તેને નાહવાનું બિલકુલ પસંદ નથી. કંગનાએ કહ્યું કે હું ખૂબ જ આળસું છું મને નાહવાનું પસંદ નથી. મારા માતા-પિતા મારી આ આદતથી કંટાળી જતા હતા.

કંગનાએ વધુમાં કહ્યું કે મેં એવિમેટ્સ વિશે ખૂબ જ વાંચ્યુ ત્યારે મને ખબર પડી કે એલર્જી ત્રણ પ્રકારની હોય છે.તેથી સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ અભિયાનની શોર્ટ ફિલ્મમાં કંગના લક્ષ્મી દેવીના રૂપમાં જોવા મળી રહી છે. ત્યારે આ શોર્ટ ફિલ્મના લોન્ચ વખતે કંગનાએ  કહ્યું કે સ્વચ્છતા અપનાવવાથી વ્યક્તિનું જીવન બદલાઇ જાય છે. મેં વેદાંત, સ્વામી વિવેકાનંદ વિશે ઘણુ વાંચ્યું. જેમાંથી હું શીખે કે કેવી રીતે પોતાની જાતને સ્વચ્છ રાખી શકાય.

હવે હું રોજ સ્નાન કરૂ છું. મારી જાતને સ્વચ્છ રાખું છું. સાથે જ ગંદકી ન ફેલાય તેનું ધ્યાન રાખું છું. છેલ્લાં 12 વર્ષથી હું ગંદકી ન ફેલાય તે અંગે ધ્યાન રાખું છું. આ શોર્ટ ફિલ્મમાં ઇશા કોપિકર, ઓમકાર કપૂર સાથે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ પણ આપ્યો છે.

You might also like